જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેંકર્સ કમિટીની બેઠક મળી
.jpg)
આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં રૂ.૫૭૫૨.૨૬ કરોડનું ધિરાણ કરાશે બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં રૂ.૩૪૫૫.૯૭ કરોડ, મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.૧૮૪૭.૧૭ કરોડ, શિક્ષણ ક્ષેત્રમાં રૂ.૧૦.૧૩ કરોડ, આવાસ ક્ષેત્રમાં રૂ.૩૦૦.૨૬ કરોડ તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.૧૨૩.૭૨ કરોડનું ધિરાણ કરાશે જામનગર તા.૩૧ માર્ચ, જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-૨૦૨૨-૨૩ નો રૂ.૫૭૫૨.૨૬ કરોડનો અગ્રીમ ક્ષેત્રનાં ધિરાણનો પ્લાન બનાવી જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી સમક્ષ અમલીકરણ માટે રજૂ કરેલ છે. ક્રેડીટ પ્લાનનાં અમલીકરણ અર્થે વિમોચન કરવા માટેની લીડ બેંક દ્વારા યોજવામાં આવેલ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીએ લીડ બેંક જામનગરના સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે તમામ બેંકો દ્વારા અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને ૧૦૦% ધિરાણ કરી લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં આવશે તેમાં બેમત નથી.વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ. ૪૫૯૨.૭૨ કરોડના ધિરાણ સામે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં રૂ. ૫૦૪૧.૧૫ કરોડનું ધિરાણ કરીને સમગ્ર વર્ષનો લક્ષ્યાંક ડીસેમ્બર-૨૦૨૧ માં જ પૂર્ણ કરેલ છે અને ૧૦૯%...