Posts

યુપીઆઈ વપરાશકર્તાઓ માટે કોઈ ચાર્જ નહીં

વેપારીઓ માટે પણ મોટાભાગના વ્યવહારો વિના મૂલ્યે રહેશે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ (PSS Act)માં સુધારો એ નાણાકીય સમાવેશને વધુ પ્રોત્સાહન આપવા, યુપીઆઈની લાંબા ગાળાની ટકાઉપણું, તકનીકી પ્રગતિ અને ઉભરતા જોખમો સામે સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટેની એક સક્ષમ જોગવાઈ છે ભારત સરકાર સ્પષ્ટપણે જણાવવા માંગે છે: વપરાશકર્તાઓ માટે કોઈ ચાર્જ નહીં: ચુકવણી કરતા ગ્રાહકોએ કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. P2P વ્યવહારો મફત: તમામ વ્યક્તિ-થી-વ્યક્તિ (Person-to-Person) વ્યવહારો વિના મૂલ્યે ચાલુ રહેશે. વેપારીઓ માટે નજીવો એમડીઆર (MDR): જ્યારે પણ એમડીઆર ચાર્જ રજૂ કરવામાં આવશે, ત્યારે તે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ એમડીઆર કરતાં ખૂબ જ ઓછા દરે, અમુક નિશ્ચિત મર્યાદા (threshold) થી ઉપરના માત્ર મર્યાદિત સમૂહના વેપારી વ્યવહારો પર જ લાગુ થશે. યુપીઆઈ પર વેપારીઓ માટે મોટાભાગના વ્યવહારો વિના મૂલ્યે રહેશે. એમડીઆર, જો રજૂ કરવામાં આવે તો, માત્ર મર્યાદા-આધારિત રહેશે અને સાર્વત્રિક રીતે તમામ પર લાદવામાં આવશે નહીં. એકવાર સંસદ દ્વારા ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026 પસાર થઈ જાય, જે પેમેન્ટ એન્ડ સેટલમેન્...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

Image
- રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો  - આજે રાજ્યના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી  - અમદાવાદ, નવસારી અને સુરતમાં ૨-૨ આર્મીની કોલમ જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત  - જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર  - આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા ; ૪૧ લોકોને રેસ્ક્યુ કરાયા  - રાજ્યના ૨૦૧ તાલુકાઓમાં વરસાદ  - રાજ્યમાં મોસમનો ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ગયો  - બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, GSDMA ના CEO શ્રી ધવલ પટેલ તથા રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા

દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવી અનિવાર્ય

 કડક કાર્યવાહી નહીં થાય તો જામનગરની સ્થિતિ “સ્ટેટ ઓફ હોર્મુઝ” જેવી થવાનો ભય   જામનગર નજીક આવેલી મોટી ખાવડી ખાતે સ્થિત દેશની અતિ મહત્વપૂર્ણ રિફાઈનરીમાંથી દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી. (રાંધણ ગેસ) જેવી જીવનજરૂરિયાતની અતિ આવશ્યક ચીજવસ્તુઓનું મોટા પાયે પરિવહન કરવામાં આવે છે. દેશભરમાં વિવિધ વિતરણ કંપનીઓ દ્વારા રસ્તા અને રેલવે માર્ગે આ ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. જુદી જુદી કંપનીઓ પોતાના ટેન્કરો મારફતે મોટી ખાવડી રિફાઈનરીમાંથી ઇંધણ ભરીને દેશના ચારે ખૂણે પહોંચાડે છે અને દેશની ઇંધણ પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તાજેતરમાં મોટી ખાવડી વિસ્તારમાં સર્જાયેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર ઇંધણ પરિવહન વ્યવસ્થા સામે ચિંતાજનક પ્રશ્નો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, કેટલાક સ્થાનિક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચીને બહારથી આવતા ટેન્કર ચાલકો સામે ધાકધમકીનો માહોલ ઉભો કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ ટેન્કર ડ્રાઈવરો પાસેથી બિલ્ટી સહિતના મહત્વના દસ્તાવેજો આચકી લેવામાં આવ્યા અને કેટલાક દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ થવા પામી છે આ ગેરકાયદેસર દબાણ અને ધમકીન...

જામનગરમાં ગુંજ્યું ‘જિંદગી ઝિંદાબાદ’: કેન્સરને હરાવનારા અસલી ‘ધુરંધરો’નું આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા ભવ્ય સન્માન

Image
જામનગર: કહેવાય છે કે ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’. આ વાતને સાર્થક કરી બતાવી છે એવા સેંકડો કેન્સર વિજેતાઓએ , જેમના સંઘર્ષ અને વિજયને વધાવવા માટે ગત રવિવારે જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે એક ભાવસભર કાર્યક્રમ ‘કેન્સરના અસલી ધુરંધર’ યોજાઈ ગયો. વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ સમારોહમાં જ્યારે કેન્સર સામે જંગ જીતનારા વિજેતાઓ મંચ પર આવ્યા , ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 170 થી વધુ કેન્સરના ધુરંધરો , 300 થી વધુ તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં શહેરી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જીવન પ્રત્યેના વિશ્વાસ અને હકારાત્મકતાનો ઉત્સવ બની રહ્યો હતો. આ પ્રસંગે કેન્સર વિજેતા ધુરંધરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન અનેક ધુરંધરોએ પોતાના રોગ દરમિયાનનો અનુભવ , સહન કરેલી તકલીફો , સંઘર્ષ અને હોસ્પિટલ તરફથીમળેલા પારિવારિક સહયોગ વિશે વાત કરતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. હાલાર પંથકમાં વર્ષ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલ અનેક પરિવારો માટે આશ...

PMJAY યોજનાની અપ્રુવલ બાદ જ ઓપરેશન કર્યા છે: સરકાર સમક્ષ સસ્પેન્શન પાછુ ખેંચવા અમો અમારો પક્ષ રાખીશું.

Image
અમોને ઓસવાળ આયુષ હોસ્પિટલ ને ગઈ કાલ બપોર ના ૧૨ કલાકે પીએમજેએવાય યોજના તરફ થી એક મેઈલ મળેલ જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ ના કાર્ડિયાક વિભાગ ને પીએમજેએવાય યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને સાથે પીએમજેએવાય યોજના માંથી હોસ્પિટલ ના કાર્ડિયોલોજીસ્ટ ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ જે અંગે ૩૫ દર્દીઓ ની ક્વેરી પીએમજેએવાય યોજના તરફ થી આપવામાં આવેલ જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજના ની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોઈ છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓ માં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે. વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટે ના એન્જીયોગ્રાફી ના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજના ના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજના ની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોઈ છે જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજના ની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજારો કરેલ છે.  સરકારી શ્રી આવનારા દિવસો માં બોલ...

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

Image
શ્રી મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પવિત્ર પહેલને પૂજ્ય શ્રી વિશાલબાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને શ્રી અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ શુભપ્રસંગે ...

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

Image
પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા