શિવરાજપુર બીચ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૨૫ કલાકારો દ્વારા સાંસ્કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમ યોજાયો
દેશભક્તિ ગીતો અને આઝાદી સાથે સંકળાયેલા પ્રસંગોને વર્ણવતો
અદભૂત મલ્ટીમીડીયા શો રજૂ કરાયો
મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ – ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ખાતે ૧૨૫થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યના જાજરમાન જલસાનો “સાંસ્કૃતિક અમૃત યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના પસંદ કરાયેલા ૭૫ શહેરો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક અમૃત યાત્રાના શિર્ષક હેઠળ વિવિધ કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલ અનેક ઘટનાઓને મલ્ટી મીડીયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વધુમાં વધુ કલાકારોને સમાવીને રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ અપનાવી રાજ્ય સરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત રાગીણી પંચાલ, હિમાંશુ ચૌહાણ, ઈશાની દવે અને હાર્દીક દવે કલાકારોએ પોતાના સ્વરો રેલાવ્યા હતા. આ ઉપરાંત કાજલ ઔઝા વૈદ્યએ પોતાની આગવી શૈલીમાં આઝાદીની અનોખી કેટલીક વાતો કરી હતી.
આ પ્રસંગે દ્વારકા નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી ભાવેશભાઈ રાવલીયા સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા
Comments
Post a Comment