જામનગરના જામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાયા

અર્જુનસિંહ જાડેજા અને નાથા ટોરીયાએ પાવર પ્લાન્ટના એનઓસી આપવા લાંચ માંગ્યાનું સામે આવ્યું : મોરબી એસીબીની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રાંગડાના પાટીએ આવેલી હોટેલમાંથી બંનેની રંગેહાથ ઝડપી લીધા

જામનગર : જામનગર તાલુકાના જામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો રૂ. 3 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ચુક્યા છે. 

મોરબી એસીબીની ટીમે છટકું ગોઠવી શિવશકિત હોટલ ધ્રાંગડા ગામના પાટીયા પાસે  જામનગર-રાજકોટ હાઈવે ધ્રોલ નજીકથી લાંચ લેતા અર્જુનસિંહ અને નાથા ટોરીયાને ઝડપી લીધા છે.

લંચીયા સભ્યો દ્વારા ફરીયાદીની કોન્ટ્રાકટ કંપની જામવંથલી ગામે પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરતી હોય તેના માટે ગ્રામ પંચાયતનું એન.ઓ.સી. આપવા માટે લાંચ માંગવામાં આવી હતી. 

 જેમાં જાણવા મળ્યા પ્રમાણે અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગર પોતાના તથા સરપંચ ઉપસરપંચના મળી અઢી લાખ તથા આ કામના નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગરના 50 હજાર મળી કુલ ત્રણ લાખની લાંચની માંગણી કરતાં ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આ બન્ને આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ત્રણ લાખ લાંચ પેટે સ્વીકારી પોતાના પદાધિકારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, બન્ને પકડાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે, આ કાર્યવાહી મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ પી.આઈ.પી.કે.ગઢવી, પોલીસ ઇન્સપેકટર, એસીબી મોરબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે લંચીયા બાબુઓ અને પદાધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.