હાપા-કટરા અને જામનગર-કટરા ટ્રેનમાં કોચ વધારવામાં આવશે મુસાફરોને મળશે ફર્સ્ટ એસી કોચની સુવિધા
જામનગર તા.૨૧ માર્ચ, મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનોમાં અન્ય કોચ ઉપરાંત વધારાના ફર્સ્ટ એસી કોચ ઉમેરીને હાપા- કટરા અને જામનગર-કટરા ટ્રેનોમાં સુવિધા વધારવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૧૨૪૭૫/૧૨૪૭૬ હાપા – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી, એક થર્ડ એસી અને બે જનરલ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ હાપા થી ૧૨ જુલાઈ, ૨૦૨૨ થી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ૧૧ જુલાઈ, ૨૦૨૨ થી જોડવામાં આવશે. તદઉપરાંત ટ્રેન નંબર ૧૨૪૭૭/૧૨૪૭૮ જામનગર – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી, એક થર્ડ એસી અને બે જનરલ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ જામનગર થી ૧૩ જુલાઈ, ૨૦૨૨થી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ૧૦ જુલાઈ, ૨૦૨૨ થી જોડવામાં આવશે.
ઉપરોક્ત તમામ ટ્રેનોમાં કુલ ૨૨ કોચ હશે જેમાં ૧ ફર્સ્ટ એસી, ૧ સેકન્ડ એસી, ૬ થર્ડ એસી, ૬ સેકન્ડ સ્લીપર, ૪ જનરલ કોચ, ૧ પેન્ટ્રી કાર અને ૨ જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર ૧૨૪૭૫ અને ૧૨૪૭૭ માટે ફર્સ્ટ એસી કોચના બુકિંગનો ગઇકાલ તા.૨૦ માર્ચ, ૨૦૨૨થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઑપી નું પાલન કરવા વિનંતી કરી છે.
Comments
Post a Comment