નયારા એનર્જી દ્વારા વાડીનાર રિફાઇનરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી "સલામતી સંસ્કૃતિના વિકાસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરો"ના વિષય સાથે યોજાયેલી 9 સ્પર્ધાઓમાં 5178 સહભાગીઓ બન્યા

જામનગર, તા. 7 માર્ચ, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ વાડીનાર ખાતેની તેની રિફાઇનરીમાં 51માં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરી હતી. કર્મચારીઓ અને કામદારોમાં સુરક્ષા અંગે જાગૃતિ આવે એ માટે નેશનલ સેફટી કાઉન્સીલ દ્વારા અપાયેલા "સલામતી સંસ્કૃતિના વિકાસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરો"ના વિષય સાથે 9 સ્પર્ધાઓમાં યોજવામાં આવી હતી જેમાં 5178 સહભાગીઓ બન્યા હતા. આ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 

દર વર્ષે 11મી ફેબ્રુઆરીથી 4થી માર્ચ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. નયારા એનર્જીના સુરક્ષા વિભાગ દ્વારા વાડીનાર રિફાઇનરીમાં કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, કામદારો વગેરેમાં સુરક્ષા અંગે જાગૃતિ આવે અને સતર્કતા કેળવાય એ માટે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સુરક્ષા અંગેના જ્ઞાન મારફતે તકનીકી સાધનો સાથે સલામતી પૂર્વક કઈ રીતે કાર્ય કરી શકાય એ પ્રકારની માહિતીસભર સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેના વિષય "માત્ર એક મિનિટ - કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે જોખમની ઓળખ", સૂત્ર સ્પર્ધા, કવિતા સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, સેફટી સ્કીટ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સેફટી ક્વિઝ, ટૂલ બૉક્સ ટૉક, ગૅપ એસેસમેન્ટ રખાયા હતા. આ 9 સ્પર્ધાઓમાં કુલ 5178 સહભાગીઓ બન્યા હતા અને સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે નયારા એનર્જીના ડિરેક્ટર અને રિફાઇનરી હેડશ્રી પ્રસાદ પાનીકરે જણાવ્યું હતું કે "સુરક્ષા કેળવવા માટે સેફટી કલ્ચરનો વિકાસ થવો ખુબજ જરૂરી હોય છે આથી નયારા એનર્જી દ્વારા એ વિષયને શરુઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.  દરેક કાર્યમાં સુરક્ષાને પાયામાં રાખવાથી નાનાં અને મોટાં જોખમોને અટકાવી શકાય છે. સુરક્ષિત કામગીરી એ એક પ્રકારની સિદ્ધિ છે."                                                      

નયારા એનર્જી વિશે: નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017 માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ કન્સોર્ટિયમ હતું. કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી www.nayaraenergy.com પર ઉપલબ્ધ છે.

ફોટોલાઇન:

નયારા એનર્જી દ્વારા વાડીનાર રિફાઇનરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી દરિમયાન કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં જાગૃતિ લાવવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.