યુક્રેનમાં યુધ્ધ ફાટી નિકળ્યું એટલે સરકારને ખબર પડી કે, લાખો વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા માટે વિદેશ ગમન કરે છે!
વિધાર્થીઓ વિદેશથી MBBS કરીને આવ્યા બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તેના માટે ભારતમાં ખાસ પરિક્ષા આપવી જરૂરી છે. આ કસોટીમાં લાયકાત મેળવ્યા વિના પ્રેક્ટિસ લાયસન્સ મળતું નથી. આ માન્યતા પરિક્ષાને ભારતમાં 'ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન' (FMGE) કહેવામાં આવે છે.
પરંતુ વિદેશથી આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ એફએમજીઇ ટેસ્ટમાં લાયકાત મેળવી શકતા નથી. સરેરાશ ૧૦ માંથી ૮ વિધાર્થીઓ પાસ નથી કરી શકતા. ભારતમાં પરિક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓએ ઇન્ટર્ન શીપ કરવી પડે છે, જેના માટે ૭.૫% બેઠકો અનામત રાખવામાં આવે છે.
FMGE પરીક્ષા આયોજિત કરનાર નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) અનુસાર, 2020માં વિદેશથી મેડિસિનનો અભ્યાસ કરીને આવેલા 35 હજાર 774 વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી, જેમાંથી માત્ર 5 હજાર 897 એટલે કે 16.48% જ તેમાં પાસ થઈ શક્યા હતા. . છેલ્લા 6 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 1.26 લાખ વિદ્યાર્થીઓએ FMGE પરીક્ષા આપી છે, પરંતુ તેમાંથી માત્ર 21 હજાર એટલે કે 17% વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા છે.
જો કે, વિદેશમાં અભ્યાસ કર્યા પછી આ FMGE પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. 2015માં જ્યાં 12,125 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, ત્યાં 2020માં 35,774 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એટલે કે 6 વર્ષમાં FMGE ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. તે જ સમયે, યુક્રેનમાંથી અભ્યાસ કર્યા પછી આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 6 વર્ષમાં બમણી થઈ ગઈ છે.
ભારતમાં 88 હજાર MBBS સીટો છે, જ્યારે 15 લાખ NEET આપનારા વિધાર્થીઓ છે.
ડિસેમ્બર 2021માં સ્વાસ્થ્ય મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં 596 મેડિકલ કોલેજ છે, જેમાંથી MBBSની 88 હજાર 120 સીટો છે. આમાંથી અડધી બેઠકો ખાનગી કોલેજોમાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 7 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં 174 અને MBBSની બેઠકોમાં 30,982નો વધારો થયો છે.
જો કે, દર વર્ષે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે NEET પરીક્ષા આપે છે. NTA મુજબ, 2021માં 16.14 લાખ વિદ્યાર્થીઓએ NEET પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું, જેમાંથી 15.44 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 8.70 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી હતી.
NEET પરીક્ષામાં લાયક બનવા માટે, સામાન્ય કેટેગરીના વિદ્યાર્થી પાસે ઓછામાં ઓછો 50 પર્સન્ટાઇલ સ્કોર હોવો આવશ્યક છે. તે જ સમયે, એસસી/એસટી અને ઓબીસી માટે 40 પર્સેન્ટાઇલ લાવવું જરૂરી છે. જ્યારે, PWD ક્વોટા ધરાવતા ઉમેદવારો માટે લાયકાતના ગુણ 45 પર્સન્ટાઈલ છે.
જો કે, NEET ની લાયકાત મેળવ્યા પછી પણ, કોલેજને મેડિકલ સીટ મળશે કે નહીં, તે કોલેજની કટઓફ યાદી નક્કી કરે છે. ઉમેદવારોને કોલેજની કટઓફ યાદીમાંથી જ બેઠકો મળે છે. જે વિદ્યાર્થીઓના માર્કસ કટઓફ મુજબ નથી, તેઓને NEETમાં ક્વોલિફાઈ કર્યા પછી પણ સીટ મળતી નથી.
દેશમાં 7 વર્ષમાં 3.62 લાખ ડોક્ટરો વધ્યા.
દેશમાં એલોપેથિક ડોક્ટરોની સંખ્યા સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં જ સરકારે જણાવ્યું હતું કે દેશમાં મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલા એલોપેથિક ડોક્ટરોની સંખ્યા 13 લાખથી વધુ છે. આ આંકડો નવેમ્બર 2021 સુધીનો છે.
અગાઉ 2020માં રજિસ્ટર્ડ ડોકટરોની સંખ્યા 12.89 લાખ હતી, જ્યારે 2019માં 12.34 લાખ ડોકટરો હતા. છેલ્લા 7 વર્ષમાં દેશમાં ડોક્ટરોની સંખ્યામાં 3.62 લાખથી વધુનો વધારો થયો છે.
દેશમાં ડેન્ટલનું ભણેલા BDS વિધાર્થીઓને એક વર્ષનો બ્રીજ કોર્ષ કરી MBBS સમકક્ષ ગણવાની બાબતે મેડિકલ કાઉન્સિલે ભલામણ કરી દીધી છે, હવે આ બાબત આખરી નિર્ણય માટે વડાપ્રધાન કાર્યાલયમાં બે વર્ષથી પડી છે, વડાપ્રધાનશ્રી પાસે આ માટે સમયન હોવાથી તબીબોની તંગી વધુ ગંભીર બની છે.
- પરેશભાઇ છાયા
Comments
Post a Comment