વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨
.jpg)
જિલ્લાના મતદાન મથકો પર લોકશાહીના મહાપર્વની ઉજવણી મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ --- જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરુ --- જામનગર તા.01, વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન જામનગર જિલ્લામાં આજરોજ તા.૧ ડિસેમ્બરે મતદાન મથકો પર લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત જિલ્લાના તમામ વર્ગના લોકોમાં વહેલી સવારથી જ મતદાન કરવા પોતાના નજીકના મતદાન મથકે કતાર બદ્ધ જોવા મળી રહ્યા છે.જામનગર જિલ્લામાં સવારે ૮ વાગ્યે મતદાન પ્રક્રિયા શરુ થતાંની સાથે જ તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી.