વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

મતદાન માટે મતદાર ફોટો, ઓળખપત્ર ઉપરાંત અન્ય બાર દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે.

જામનગર તા.05, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કર્યા મુજબ, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે તા.૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખની મતદારયાદી ધ્યાને લેવાની રહેશે. આ ચૂંટણીઓમાં મતદાન માટે ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો તેમજ તમામ મતદાન મથકે વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ)નો ઉપયોગ કરવામાં આવશે. 

આ ઉપરાંત મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નીચેના ૧૨ પૈકીના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.

૧. આધારકાર્ડ, ૨. મનરેગા જોબકાર્ડ, ૩.બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, ૪. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ૫. ડ્રાઇવિંગ લાયસન્સ, ૬.પાનકાર્ડ, ૭. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ૮. ભારતીય પાસપોર્ટ, ૯. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ ૧૦. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેરસાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, ૧૧. સંસદસભ્યશ્રી/ ધારાસભ્યશ્રી/ વિધાન પરિષદના સભ્યશ્રીને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, ૧૨. યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર. 

નોંધનીય છે કે, ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 


Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.