જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે.
આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. હાલ ત્રણે પાર્ટીઓએ પોતાના ઉમેદવારો અહીંથી જાહેર કર્યા છે પરંતુ કેટલાક પક્ષની નારા કાર્યકરો અપક્ષ અને અન્ય પાર્ટીમાંથી પણ અહીંથી ચૂંટણી લડશે પરંતુ મુખ્ય ત્રણ પક્ષ વચ્ચે જંગ જમવાનો છે.
જામનગર જિલ્લાની 76 કાલાવડ અનામત બેઠક ઉપરથી ભાજપે મેઘજી ચાવડાની મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય પ્રવીણ મુસળીયા ને રીપીટ કર્યા છે આ ઉપરાંત આપે જીગ્નેશ સોલંકી ની ટિકિટ આપી છે.
જામનગર 77 ગ્રામ્ય બેઠક ઉપરથી ભાજપ એ વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને રીપીટ કરી ટિકિટ આપી છે. તો કોંગ્રેસે જિલ્લા પ્રમુખ જીવણ કુંભારવાડીયા ને ટિકિટ અંતે આપી છે. આપે આ બેઠક ઉપર પ્રકાશ દોંગા ની ટિકિટ આપી છે.
જામનગર 78 ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ને ટિકિટ આપી છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી એ કરશન કરમુરને અહીંથી મેદાને ઉતાર્યા છે.
જામનગર 79 દક્ષિણ વિધાનસભામાં ભાજપે ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાતા દિવ્યેશ અકબરીને ટિકિટ આપી છે.તો કોંગ્રેસે નવા પાટીદાર ચહેરા તરીકે મનોજ કથીરિયા ને મેદાને ઉતાર્યા છે. તો આપે અહીંથી વિશાલ ત્યાગીને ટિકિટ આપી છે.
જામનગર જિલ્લાની 80 જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપે પૂર્વ ઉર્જા મંત્રી ચીમન સાપરિયા ને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે અહીંથી વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરીયાને ટિકિટ આપી છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી એ હેમત ખવાને અહીંથી મેદાને ઉતાર્યા છે.
Comments
Post a Comment