ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંમેલન યોજાયું


 જામનગર જિલ્લાના સાંસદ- પૂર્વ ધારાસભ્યો-શહેર પ્રમુખ-મેયર તેમજ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા  ઉપસ્થિત રહયા

પૂર્વ મુખ્યમંત્રી સહિત મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા બન્ને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરાઈ


 જામનગર તા ૧૪, જામનગર ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તાર તેમજ ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારમાટે ના મધસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંમેલન ઓસવાળ સેન્ટરમાં યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેરના પૂર્વધારાસભ્યો અને પૂર્વ મંત્રીશ્રીઓ આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), વસુબેન ત્રિવેદી, પરમાનંદભાઈ ખટ્ટર, ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં ૭૮- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને શુભેચ્છા સંદેશો પાઠવી, જંગી લીડથી વિજેતા બનાવવા માટે કાર્યકર્તામાં જોશ ભર્યો હતો.

 ભારતીય જનતા પાર્ટી ના ૭૮- ઉત્તર અને ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યનું ઉદઘાટન સંમેલન આજે સવારે ઓસવાળ સેન્ટરમાં યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જેમની સાથે જામનગર જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી આર.સી ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી અને ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી પૂર્વ મંત્રી શ્રી પરમાનંદભાઈ કટર નગરના મેયર બીનાબેન કોઠારી, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા ૭૮- વિધાનસભા વિસ્તારના ચૂંટણી રિચાર્જ નિલેશભાઈ ઉદાણી, ૭૯- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા વગેરે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

 જેઓની સાથે જામનગર શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, પૂર્વ મંત્રીશ્રી, પૂર્વ શહેર પ્રમુખો, પૂર્વ મેયરશ્રીઓ તેમજ અન્ય અગ્રણીઓ જોડાયા હતા. જે તમામ આગેવાનોએ ૭૮- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને શુભેચ્છાઓ પાઠવી હતી, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકારોનો જોશ ભર્યો હતો. તેમજ બન્ને ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બને, તે માટેની શુભકામનાઓ પાઠવી હતી.

 ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું, જ્યારે બન્ને વિધાનસભા વિસ્તારના ઉમેદવારો એ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિશાળ કદની પુષ્પ માળા પહેરાવીને અદકેરૂં સ્વાગત કર્યું હતું. 

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.