જામનગરના રાઘવ ચાંદ્રાએ મલ્ટિપલડ્રમ બીટ માં વર્લ્ડ રેકોર્ડ કર્યો___ ત્રણ ત્રણ વર્લ્ડ એવોર્ડ થી સન્માનિત કરાયો
જામનગર: જામનગરના રાઘવ અલ્પેશ ચાંદ્રાએ ૩૦ મિનિટમાં ૩૦ થી વધુ પ્રકારના ડ્રમ બીટ મલ્ટીપલ રીતે વગાડવાના હતા જે ટાર્ગેટ તેણે ફક્ત ૨૮ મિનિટ અને 9 સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ પૂરો કરી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. જામનગરના ઓટો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અતુલ ગ્રુપના બિઝનેસ મેન અલ્પેશ ભરતભાઈ ચાંદ્રા અને આર્ટસ પેન્ટિંગ અને હિલિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા એવા હેતલબેન ના પુત્ર રાઘવ પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને મ્યુઝિક પ્રત્યેનો લગાવ હતો જે વાત તેના માતા પિતા પારખી ગયેલા અને તે વાતને ધ્યાનમાં રાખી તેના મ્યુઝિક શોખને ભવિષ્યમાં એક ગોલ બની રહે તેવા આશય થી મ્યુઝિક ક્લાસ ચલાવતા ટીચર નિશા બથીયા ની દેખરેખ હેઠળ ટ્રેનિંગ શરૂ કરાવેલ હતી પરિણામ સ્વરૂપ ૨૭ નવેમ્બર ના રોજ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ ૩૦ મિનિટ ના ટાર્ગેટ ને મલ્ટી ડ્રમ બીટ વગાડી ફક્ત ૨૮ મિનિટ ૯ સેકન્ડમાં પૂરું કરી લેતા તેને નવો યંગેસ્ટ ડ્રમર તરીકે વર્લ્ડ રેકોર્ડ સર્જીયો. રાઘવએ મુલાકાતમાં જણાવ્યું હતું કે સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન તેના માતા-પિતા ને પરિવાર દ્...