જામનગરના રાઘવ ચાંદ્રાએ મલ્ટિપલડ્રમ બીટ માં વર્લ્ડ રેકોર્ડ કર્યો___ ત્રણ ત્રણ વર્લ્ડ એવોર્ડ થી સન્માનિત કરાયો

  જામનગર: જામનગરના રાઘવ અલ્પેશ ચાંદ્રાએ ૩૦ મિનિટમાં ૩૦ થી વધુ પ્રકારના ડ્રમ બીટ મલ્ટીપલ રીતે વગાડવાના હતા જે ટાર્ગેટ તેણે ફક્ત ૨૮ મિનિટ અને 9 સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ પૂરો કરી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.


 જામનગરના ઓટો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અતુલ ગ્રુપના  બિઝનેસ મેન અલ્પેશ ભરતભાઈ ચાંદ્રા અને આર્ટસ પેન્ટિંગ અને હિલિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા એવા હેતલબેન ના પુત્ર રાઘવ પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને મ્યુઝિક પ્રત્યેનો લગાવ હતો જે વાત તેના માતા પિતા પારખી  ગયેલા અને તે વાતને ધ્યાનમાં રાખી તેના મ્યુઝિક શોખને ભવિષ્યમાં એક ગોલ બની રહે તેવા આશય થી  મ્યુઝિક ક્લાસ ચલાવતા ટીચર નિશા બથીયા ની દેખરેખ હેઠળ ટ્રેનિંગ શરૂ કરાવેલ હતી પરિણામ સ્વરૂપ ૨૭ નવેમ્બર ના રોજ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ ૩૦ મિનિટ ના ટાર્ગેટ ને મલ્ટી ડ્રમ બીટ વગાડી ફક્ત ૨૮ મિનિટ  ૯ સેકન્ડમાં પૂરું કરી લેતા તેને નવો યંગેસ્ટ ડ્રમર  તરીકે વર્લ્ડ રેકોર્ડ સર્જીયો.


રાઘવએ મુલાકાતમાં જણાવ્યું હતું કે સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન તેના માતા-પિતા ને પરિવાર દ્વારા મળી રહ્યું છે,  તેનું મને ગૌરવ છે બેંગ્લોરની સરલા બિરલા ઇન્સ્ટિટયૂટ માં પણ ડબલ ઇન્સ્ટ્રુમેન્ટ કોંગો અને પરકશન વગાડી બેસ્ટ યંગેસ્ટ માસ્ટર તરીકે સ્થાન મેળવ્યું હતું.  
 
રાઘવે ત્રણ ત્રણ સિદ્ધિઓ હાંસલ કરેલ છે જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા યંગેસ્ટ ડ્રમર તરીકે,  ઇન્ટરનેશનલ બુક ઓફ  વર્લ્ડ  રેકોર્ડ  મા લોનગેએસટ ડ્રમમર તરીકે - ૩૦ મિનિટમાં અલગ-અલગ ત્રીસ ડ્રમ બીટસ સાથે નો રેકોર્ડ ૨૮ મીનીટ નવ સેકન્ડમાં પૂરો કર્યો, અને ત્રીજો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુનાઇટેડ કિંગડમ માં સ્થાન પામેલ છે, અને હાલ ફ્લૂટ વગાડવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે તેવીજ રીતે કી બોર્ડ ઉપર પણ માસ્ટર બનવું છે અને ભવિષ્યમાં બેસ્ટ મ્યૂઝિસયન બનવું છે જેમાં ઘરના તમામ પરિવારજનો દ્વારા સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. 


 તેને અન્ય મળેલ તાલીમ ને સિદ્ધિ  માં ત્રીનિટી લંડન દ્વારા કી બોર્ડ મા ત્રીજો ગ્રેડ, ડ્રમ મા પાંચ મો ગ્રેડ, અને ફલૂટમાં પ્રાથમિક સ્ટેજ ઉપર પહોંચ્યો છે જેમાં આગળ ઉપર વધુ ને વધુ સિદ્ધિ મેળવી અને બેસ્ટ મ્યુઝિશિયન બનવું છે ત્યારે રાઘવ ચાંદ્રા એ  મેળવેલ સિદ્ધિયો  એ  ગુજરાત અને હાલારનું ગૌરવ છે.

( Darashan Kanakhara )
Mo. 9978679392/9313236388





Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.