જામનગરમાં વ્યાજખોરોની દાદાગીરી : યુવાનને માર માર્યો

જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં પંકજ વિનોદ મુંગરા નામના યુવાને મયુરસિંહ જાડેજા ચાર વર્ષ અગાઉ રૂા.3,50,000 પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેનું વ્યાજ પણ સમયસર ભરતો હતો અને આજ દિવસ સુધીમાં 4,00,000 જેટલી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં મયુરસિંહ અને શકિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ પંકજને બુધવારે રાત્રીના સમયે એસટી રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસે બોલાવ્યો હતો અને બંન્ને શખ્સોએ સાડા સાત લાખ બરજબરી પૂર્વક માંગતા યુવાને પૈસા આપવાની ના પાડી હતી.

જેથી બંન્ને શખ્સોએ પંકજ ઉપર લાકડાના ધોકા વડે હુકલો કરી મારી નાખવાની ધમકી આપી યુવાનનો રૂા.15,000 ની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. ત્યારબાદ યુવાને આ અંગેની જાણ કરતાં પીઆઇ મહાવીરસિંહ જે.જલુ તથા સ્ટાફે પંકજના નિવેદનના આધારે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. (રિપોર્ટર - સુનીલ ગોરી દ્વારા) 


(Darshan Kanakhara)
Mo. 99786793952 / 9313236388





Comments

Popular posts from this blog

ખુશીની ખુશીનો આધાર બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

જામનગર ઇટ્રા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.