સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગર ખાતે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

 ૧૩ મોબાઈલ પશુ વાન તેમજ કૃષિ પરિવહનના અન્ય ૪૫૮ વાહનોને કૃષિ મંત્રીશ્રી દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરાયા


૧૩ મોબાઈલ પશુ વાન તેમજ કૃષિ પરિવહનના અન્ય ૪૫૮ વાહનોને કૃષિ મંત્રીશ્રી દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરાયા કૃષિ, પશુપાલન, બાગાયત વિભાગના બે હજારથી વધુ લાભાર્થીઓને અપાયા વિવિધ યોજના હેઠળના મંજૂરીપત્રો તેમજ સહાય ખેડૂતોની આવક વધે અને ખેડૂત સમૃદ્ધ બને તે માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી- કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ


ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતા કૃષિ મંત્રીશ્રી
જામનગર તા.૨૮ ડિસેમ્બર, રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્નશ્રી અટલબિહારી વાજપાઇના જન્મદિન નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ સાધનસામગ્રી સાથે સહાય વિતરણ કાર્યક્રમનું કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.



જે કાર્યક્રમમાં અધ્યક્ષ પદેથી કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ દેશ કૃષિ અને ઋષિનો દેશ છે અને તેથી જ જગતના તાતનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. ખેડૂતોની આવક વધે, ખેડૂત સમૃદ્ધ બને તે માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે કુદરતી આફતના સમયમાં સરકાર હંમેશ ખેડૂતોની પડખે ઊભી રહી છે તેમજ ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તે માટે સમયસર ટેકાના ભાવ જાહેર કરી જણસની ખરીદી કરી મદદરૂપ થવા પ્રયાસરત છે. ઉપસ્થિત ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે સૂચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરને લીધે કેન્સર જેવા રોગો થાય છે તેમજ જમીનની ફળદ્રુપતા ઘટે છે ત્યારે પ્રાકૃતિક ખેતી વડે ઉત્પાદન ગુણવત્તા યુક્ત બને છે, ઉત્પાદનના સારા ભાવ મળે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે તેમજ જમીનની ફળદ્રુપતા જળવાય છે. મંત્રીશ્રીએ આ તકે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ વિભાગોની વિવિધ યોજનાઓથી ઉપસ્થિત સૌ ખેડૂતોને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને રાજ્ય સરકાર આ તમામ યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થવાના તમામ પગલાઓ લઇ રહી છે તેમ ઉમેર્યું હતું.


કૃષિ મંત્રીએ આ પ્રસંગે રાજકોટ, બન્ની તેમજ કાંકરેજ ખાતેની પશુપાલન વિભાગની કચેરીઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું તેમજ બે હજારથી વધુ લાભાર્થીઓને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, રાજ્ય કક્ષા-બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, જિલ્લા કક્ષા-બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, કાંટાળી તાર સહાય, ગૌ-સેવા અને ગૌચર બોર્ડ અંતર્ગત સહાય, વિના મિલ્યે છત્રી વિતરણ તથા મધમાખી ઉછેર સહાય પ્રમાણપત્ર, જમ્બો પ્લાસ્ટિક કેરેટ, કિશાન ક્રેડીટ કાર્ડ, મૈત્રી કીટ/પ્રમાણપત્ર વિતરણ, ખાણ-દાણ વિતરણ કીટ, સ્માર્ટ ફોન મંજુરીપત્ર, ટ્રેકટર તથા માલવાહન પરિવાહન સહાય મંજુરીપત્ર, રોટાવેટર તથા અન્ય સાધનો સહાય મંજુરીપત્ર, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય પ્રમાણપત્ર, બાગાયત અધિકારી નિમણૂક પત્ર સહિતના લાભો એનાયત કર્યા હતા. તેમજ ૧૩ મોબાઇલ પશુ દવાખાના, ૪૪૫ ટ્રેક્ટર સહાય તેમજ ૧૩ મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના હેઠળના વાહનોને લીલીઝંડી આપી લોકાર્પિત કર્યા હતા.


આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશાલભાઈ જેસડિયાએ પોતાના કૃષિ અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. 



આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, ગુજરાત એગ્રોના એમ.ડી.શ્રી મહેશસિંહ, સચિવશ્રી નલીન ઉપધ્યાય, શ્રી ડી.પી.દેસાઇ રજીસ્ટ્રારશ્રી, કો-ઓપરેટીવ સોસાયટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિરભાઇ પટેલ, કમિશ્રરશ્રી ફિસરીઝ નિતિનભાઇ સાગવાન, વાઇસ ચાન્સેલર જુનાગઢ કૃષિ યુનિવર્સીટી શ્રી ડો.એન.કે. ગોંટીયા, ખેતી નિયામકશ્રી એસ.જે.સોલંકી, બાગાયત નિયામકશ્રી ડો.પી.એમ.વઘાસીયા, પશુપાલન નિયામકશ્રી ડો. એફ.એસ.ઠાકર, નિયામકશ્રી ડી.આર.ડી.એ. શ્રી રાયજાદા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આગઠ, નાયબ બાગાયત નિયામક શ્રી લશ્કરી, પશુપાલન નિયામકશ્રી ડો.ફાલ્ગુની ઠાકર, નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ શ્રી ડઢાણીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ભંડેરી, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. વિરાણી સહીતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઇઓ ઉપસ્થિત રહ્યાં હતા.



( Repoter - Darshan Kanakhara )
Mo. 9978679392 / 9313236388




Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.