PMJAY યોજનાની અપ્રુવલ બાદ જ ઓપરેશન કર્યા છે: સરકાર સમક્ષ સસ્પેન્શન પાછુ ખેંચવા અમો અમારો પક્ષ રાખીશું.


અમોને ઓસવાળ આયુષ હોસ્પિટલ ને ગઈ કાલ બપોર ના ૧૨ કલાકે પીએમજેએવાય યોજના તરફ થી એક મેઈલ મળેલ જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલ ના કાર્ડિયાક વિભાગ ને પીએમજેએવાય યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને સાથે પીએમજેએવાય યોજના માંથી હોસ્પિટલ ના કાર્ડિયોલોજીસ્ટ ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ જે અંગે ૩૫ દર્દીઓ ની ક્વેરી પીએમજેએવાય યોજના તરફ થી આપવામાં આવેલ જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજના ની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોઈ છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓ માં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે. વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટે ના એન્જીયોગ્રાફી ના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજના ના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજના ની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોઈ છે જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજના ની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજારો કરેલ છે. 
સરકારી શ્રી આવનારા દિવસો માં બોલાવશે ત્યારે અમો અમારો પક્ષ રાખી અને જરૂરી પુરાવાઓ અને રીપોર્ટસ & રેફરન્સ અમારી પાસે જે અમો સરકારશ્રી સમક્ષ રજુ કરીશું. અને આ સસ્પેન્શન પાછું ખેચી લેવા અમારી વાત રાખીશું.

Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ