મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા
- રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો - આજે રાજ્યના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી - અમદાવાદ, નવસારી અને સુરતમાં ૨-૨ આર્મીની કોલમ જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત - જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર - આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા ; ૪૧ લોકોને રેસ્ક્યુ કરાયા - રાજ્યના ૨૦૧ તાલુકાઓમાં વરસાદ - રાજ્યમાં મોસમનો ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ગયો - બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, GSDMA ના CEO શ્રી ધવલ પટેલ તથા રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા