દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવી અનિવાર્ય
કડક કાર્યવાહી નહીં થાય તો જામનગરની સ્થિતિ “સ્ટેટ ઓફ હોર્મુઝ” જેવી થવાનો ભય જામનગર નજીક આવેલી મોટી ખાવડી ખાતે સ્થિત દેશની અતિ મહત્વપૂર્ણ રિફાઈનરીમાંથી દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી. (રાંધણ ગેસ) જેવી જીવનજરૂરિયાતની અતિ આવશ્યક ચીજવસ્તુઓનું મોટા પાયે પરિવહન કરવામાં આવે છે. દેશભરમાં વિવિધ વિતરણ કંપનીઓ દ્વારા રસ્તા અને રેલવે માર્ગે આ ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. જુદી જુદી કંપનીઓ પોતાના ટેન્કરો મારફતે મોટી ખાવડી રિફાઈનરીમાંથી ઇંધણ ભરીને દેશના ચારે ખૂણે પહોંચાડે છે અને દેશની ઇંધણ પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તાજેતરમાં મોટી ખાવડી વિસ્તારમાં સર્જાયેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર ઇંધણ પરિવહન વ્યવસ્થા સામે ચિંતાજનક પ્રશ્નો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, કેટલાક સ્થાનિક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચીને બહારથી આવતા ટેન્કર ચાલકો સામે ધાકધમકીનો માહોલ ઉભો કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ ટેન્કર ડ્રાઈવરો પાસેથી બિલ્ટી સહિતના મહત્વના દસ્તાવેજો આચકી લેવામાં આવ્યા અને કેટલાક દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ થવા પામી છે આ ગેરકાયદેસર દબાણ અને ધમકીન...