RILના ચેરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કરી

દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી 

નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પ્રાર્થના કરી દેશની સમૃદ્ધિની કામના કરી હતી. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી હતી. બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન કર્યું હતું. 

Comments

Popular posts from this blog

ખુશીની ખુશીનો આધાર બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

જામનગર ઇટ્રા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.