કુરંગા સ્થિત RSPL (ઘડી) કંપની દ્વારા CSR Activity અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર ની ૩૬ જેટલી શાળાઓ તથા ૧૨ જેટલા ગામો માં સેવાકીય પ્રવૃત્તિ....

દેવભૂમિ દ્વારકા ના કુરંગા સ્થિર આર.એસ.પી.એલ ઘડી કંપની એ RSPL વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા CSR એક્ટિવીટી અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના કુલ ૧૨ જેટલા ગામડાઓ માં ફૂલ બોડી ચેક-અપ ના નિશુલ્ક કેમ્પ તથા ૩૬ જેટલી શાળાઓ ના બાળકો માટે નિશુલ્ક આઇ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના સમયગાળા દરમિયાન તથા ભૂતકાળ માં પણ આર.એસ.પી.એલ કંપની દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.ત્યારે કોરોના ના સમયગાળા માં ઓનલાઇન ક્લાસ અને ગેમ્સ ને કારણે અનેક બાળકો ની આંખો મા નુકશાન થયું છે અને ઉલેખનીય છે કે કોરોના મહામારી ના સમય ગાળા દરમિયાન અનેક પરિવારો ની આર્થિક સ્થિતિ પણ નબળી થવા ને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું હતુ તેને ધ્યાને લઇ અને આર.એસ.પી.એલ ઘડી કંપની દ્વારા દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના ૧૨ જેટલા અલગ અલગ ગામો માં ફૂલ બોડી ચેક અપ માટે તથા ૩૬ જેટલી અલગ અલગ શાળા ઓના બાળકો માટે આઇ ચેક માટે ના નિશુલ્ક કેમ્પ નું આયોજન કરતા આ તકે અનેક ગામ ના આગેવાનો અને શાળા ના શિક્ષકો દ્વારા આર.એસ.પી.એલ ઘડી કંપની તથા કંપની ના કર્મચારી હરીશભાઈ રામચંદાણી , રવીન્દ્રભાઇના સાહુ તથા વિશાલભાઈ અજારા નો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

ખુશીની ખુશીનો આધાર બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

જામનગર ઇટ્રા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.