રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાઇરેક્ટર પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ.
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાઇરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. જૂન 2020માં આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાતા પહેલા તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્ય સભાના અપક્ષ સાંસદ રહી ચુક્યા છે. શ્રી નથવાણી RILના ચેરમેન અને MD મુકેશ અંબાણીની કોર ટીમના મહત્વના સભ્ય તરીકે જાણીતા છે. રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને તેઓ પોતાના ગુરુ અને આદર્શ માને છે. ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કોમ્પલેક્સ ઊભું કરવામાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી. સરળતાથી જમીન સંપાદન કરવા ઉપરાંત શ્રી નથવાણીએ RILના પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસો, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઇપલાઇન અને ભારતના પશ્ચિમી રાજ્યોમાં જિયો મોબાઇલ નેટવર્ક ઊભું કરવા માટેની માળખાગત સુવિધાઓ તૈયાર કરવાના પ્રોજેક્ટના અમલીકરણનું સુકાન સંભાળ્યું હતું. યૌવનકાળથી જ જાહેર જીવન પ્રત્યે તેમને લગાવ રહ્યો છે. તેઓ સૌરાષ્ટ્રના સાંસદો-લોકપ્રતિનિધિઓ સાથે ગાઢ રીતે જોડાયેલા રહેતા અને એક સમયે તો તેમણે ...