ઘેટા બકરા ચરાવવા નીકળેલ વૃધની હત્યા
જામનગર શહેરના હાપા નજીક આવેલ સીમમાં ધેટા બકરા ચરાવતા માલધારી શખસ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધેટા- બકરા લઇ નાશી જતા ચકચાર બનાવ હત્યામાં ૫લટાતા પોલીસ કાફલો ઘટનાસ્થળ દોડી ગયો..સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેર નજીક હાપા ગામ પાસે આવેલ સામતપીર ગામના રહેવાસી ખેતાભાઈ હઠાભાઇ ચાવડીયા હાપા સીમમાં ધેટા-બકરા ચરાવતા હોય, તેવામાં ધેટા-બકરાની લુંટના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ આડેધ પર હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલાં જ આડેધે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
Comments
Post a Comment