જી.જી.હોસ્પિટલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા ડોક્ટર્સ સાથે બેઠક યોજી

            કોવિડ-૧૯ ની સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ અધિકારીશ્રીઓએ તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ તથા આયોજનોનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં જાગૃત રહી કોરોનાની ત્રીજી લહેર ફેલાય એ પહેલાં જ સમાપ્ત કરવા મંત્રીશ્રીનું આહ્વાન


            જામનગર તા.૧૩ જાન્યુઆરી, કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જામનગર જિલ્લામાં વાયરસના સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે તંત્ર તથા જી.જી.હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલ પગલાં તથા સારવાર માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લાના કોવિડ નોડલ ડો. એસ.એસ.ચેટર્જી તથા જી.જી. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ જિલ્લા વહિવટી તંત્ર તથા જી.જી. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનોનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો હતો.



           આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉપલબ્ધ બેડની વ્યવસ્થા, દર્દીઓની સંખ્યા, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન વાળા બેડની સંખ્યા, વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક, બાઈપેપ મશીનની સુવિધા, ઉપલબ્ધ આવશ્યક દવાઓ તથા દવાઓનો અનામત જથ્થો, પોઝિટિવ બાળકો તથા સગર્ભા મહિલાઓ માટેની વ્યવસ્થા, જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી, કોવિડ ટેસ્ટિંગ, સહિતની બાબતોની જાણકારી મેળવી હતી અને ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા ડોક્ટર્સના સૂચન તથા રજૂઆતો સાંભળી તે પરત્વે યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.



        બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા જરૂરિયાત મુજબની તમામ કાર્યવાહી સરકાર દ્વારા તાત્કાલિક હાથ ધરાશે, દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે, દર્દીના પરિજનોને ચિંતા ન રહે તેમજ વધુમાં વધુ માનવ જીવન બચાવી શકાય તે પ્રકારની કામગીરી હાથ ધરવા મંત્રીશ્રીએ સૂચન કરી ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં જાગૃત રહી કોરોનાની લહેરને ફેલાય એ પહેલાં જ સમાપ્ત કરવા આહ્વાન કર્યું હતું. 


        આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, કોવિડ નોડલ શ્રી એસ.એસ.ચેટર્જી, ડો. દિપક તિવારી, ડો.ધર્મેશ વસાવડા, ડો. પી.ભુવા, ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, ડો. બિનીતા જોસેફ, ડો. દિપેશ પરમાર, ડો. સુમિત ઉનડકટ, ડો. મનીષ મહેતા, ડો. વિજય પોપટ, ડો.સુધીર મહેતા, ડો. અજય તન્ના, ડો. ધવલ તલસાણીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.




Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.