બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ


આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ; આ કામે ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રિવેદી દ્વારા India Shelter Finance Corporation Ltd. માંથી રૂ।.૧૦,૫૭,૩૮૦/- અંકે રૂપીયા દસ લાખ સતાવન હજાર ત્રણસો એસી રૂપીયા ની હોમલોન લઈને મકાન લેવામાં આવેલ હેય, અને ફરિયાદી ના ગુજરનાર પતિ ભાવેશભાઈ ત્રિવેદી ની ICICI Prudential Life Insurance Company Limited માંથી વીમા પોલીસી લેવામાં આવેલ હતી અને આ પોલીસી અન્વયે લોન લેનારનુ અવશાન થાય તો તેને બાકીના હપ્તા ભરવાના રહે નહી અને તેની લોનની તમામ રકમ વીમા કંપનીએ બેંકને ચુકવવાની રહેતી હેાય, તે સંદર્ભેની પોલીસી લેવામાં આવેલ હોય, અને આ પોલીસી ચાલુ હતી તે દરમયાન ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રીવેદીનુ અવશાન થતા આ કામના ફરીયાદી વિશાખાબેન ભાવેશભાઈ ત્રીવેદી ધ્વારા આ બેન્ક/વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપની ધ્વારા ફરીયાદીનો કલેઈમ નામંજુર કરેલ હેય, અને ત્યારરબાદ ઈન્ડીયા શેલ્ટર ફાયનાન્સ ધ્વારા સરફેસી એકટ મુજબની કાર્યવાહી ફરીયાદી ઉપર ચાલુ કરેલ હોય, અને ત્યારબાદ ફરીયાદી ધ્વારા તેમના વકીલ મારફત India Shelter Finance Corporation Ltd. तथा ICICI Prudential Life In-surance Company Limited વિરૂધ્ધ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવેલજે જે ફરીયાદ ચાલી જતા ફરીયાદીના વકીલ મારફત વિસ્તૃત દલીલો તથા પુરાવાઓ તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ જે ધ્યાને લઈને જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન જામનગરના પ્રમુખ પી.સી. રાવલ સાહેબ શ્રી, તથા સભ્ય એચ.એસ. દવે સાહેબ શ્રી ધ્વારા ફરીયાદીની ફરીયાદ મંજુર કરી ICICI Prudential Life Insurance Company Limited વીમા કંપનીને રૂા.૧૦,૫૭,૩૮૦/– માંથી ફરીયાદીના લોન ખાતમાં જે બાકી રકમ હોય તે India Shelter Finance Corporation Ltd. બેંકને ચુકવી આપવી અને ત્યારબાદ તેમાથી રકમ વધે તો ફરીયાદીને ચુકવી આપવા તથા ફરીયાદ ખર્ચના રૂા.૫૦૦૦/– ચુકવી આપવા સામાવાળા વિમા કપની વિરૂધ્ધ હુકમ કરવામાં આવેલ છે. ફરીયાદી તરફે યુવા ધારાશાસ્ત્રીઓ કપીલ એન.વસીયર તથા રવી એચ.સોલકી તથા મેહુલ સોદરવા રોકાયેલ હતા.

Comments

Popular posts from this blog

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.