જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

                                              


શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા નાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળા ને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા રહે. ત્રણેય જામનગર વાળાઓ (૪) કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી,દારૂનુ વેચાણ કરવા (૫) ગજેન્દ્રસિંહ જાડેજા રહે.જામનગર વાળા સાથે મળી ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચલાવતા હોવાની બાતમી આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરી સદરહુ જગ્યાએથી (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા ને પકડી પાડી મજકુરના કબ્જામા સ્પીરીટ,ફલેવરકલર મીશ્રણ  કરી,ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ,બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી,મોબાઇલ ફોન,ફોરવ્હીલકાર વિગેરે કબ્જે કરી મજકુર ઇસમો વિરૂધ્ધ, અરજણભાઇ કોડીયાતર નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ.શ્રી સી.એમ.કાંટેલીયા નાઓએ મજકુર ઇસમો તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે 

પકડાયે ઇસમોઃ-

(૧) અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી ઉવ.૪૩ રહે. સેનાનગર પાછળ, જામનગર 

(૨) મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઉવ.૩૪ રહે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક, શેરી નંબર-૩,જામનગર 

(૩) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૨૫ રહે. રામેશ્વરનગર માટેલ ચોક,જામનગર

અટક કરવાના બાકી ઇસમોઃ- 

(૧) કિશનસીંગ શેખાવત રહે. જયપુર રાજસ્થાન (સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર) 

(ર) ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂ વેચાણ કરનાર) 

કબ્જે કરેલ જથ્થો 

(૧) આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-૫૯ કિ.રૂ. ૨૯,૫૦૦/- 

(૨) આલ્કોહોલ સ્પીરીટ ભરેલ  મોટા બેરલ-૪ લીટર-૮૦૦ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- 

(૩) ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૪૦ કિ.રૂ ૮૦૦૦/

(૪) ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-૧૦ કિ.રૂ. ૨,૦૦૦/- 

(૫) ફિનાઇલ બોટલ -૧૨૦૦ કિ.રૂ ૮૪,૦૦૦/ 

(૬) કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- 

(૭) મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૬૦૫૦૦/- 

(૮) દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-૨ કિ.રૂ ૧૦,૦૦૦/ 

(૯) દારૂ મા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-૧ કિ.રૂ ૨૦૦૦/ 

(૧૦) ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ   વ્હીસ્કી,  ના સ્ટીકર  નંગ- ૧૦૯૨૦

(૧૧) પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -૨ કિ.રૂ. ૫૦૦૦/- 

(૧૨) ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- ૨૨૦

(૧૩) ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-૬૬૦૦ 

(૧૪) ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- ૨૦૦

(૧૫) ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૨૫૭૫

(૧૬) ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -૧૦૦

ટોટલ મુદામાલ કિ.રૂ ૮,૨૩,૦૦૦/- નો કબ્જે કરેલ છે 

સ્પીરીટમાથી દારૂ બનાવવાની પ્રોસીઝર- 

           આ કામેના આરોપીઓએ આલ્કોહોલ સ્પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્લીશ દારૂ ના માર્ક -ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નં- ૧,કોન્ટેસા, વોડકા,રોયલ સ્ટગ,ઓફિસર ચોઇસ ના ડુપ્લીકેટ  વ્હીસ્કીના સ્ટીકર તથા બુચો બનાવી,દારૂ પ્લાસ્ટીક ની બોટલોમા ભરી,ડુપ્લીકેટ દારૂમા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી બોટલો ના બુચ શીલ કરી,ડુપ્લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે.

મજકુર ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી સદરહુ આલ્કોહોલ સ્પીરીટ થી ડુપ્લીકેટ  ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચાલુ કરેલ હોવાનુ ખુલવા પામેલ છે.મજકુર ઇસમો ૨૦૦ લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી,અલગ અલગ બ્રાન્ડનો ૬૦૦ બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનુ ખુલવા પામેલ,

તેમજ એલ.સી.બી.સ્ટાફ ના હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ અરજણભાઇ કોડીયાતર ને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે,જામનગર શહેરમા ડીફેન્સ કોલોનીમા શેરી-૦૨ મા રહેતા આરોપીઃ- દિનેશભાઇ શામજીભાઇ ગાલા ના રહેણાક મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલો-૪૮ કિ.રૂ ૨૪,૦૦૦/ તથા મો.ફોન મળી કુલ ૨૯,૦૦૦/- નો મુદામાલ  કબ્જે કરેલ છે.મજકુર ઇસમની પુછપરછ દરમ્યાન સદરહુ દારૂ નો જથ્થો  આરોપીઃ- અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની રહે.સેનાનગર પાછળ, જામનગર વાળાએ સપ્લાય કરેલ હોવાનુ ખુલવા  પામેલ છે. બન્ને વિરૂધ્ધ, રૂષિરાજસિંહ વાળા એ  ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ ઘનશ્યામભાઇ ડેરવાડીયા એ કાયદેસર કાર્યવાહી કરેલ છે

(૧) અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની વિરૂધ્ધ ના ગુનાહિત ઇતિહાસ 
(૧) જોડીયા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.ન.૪૭/૨૦૧૫ પ્રોહી કલમ ૬૫એ, ૬૫ઈ, ૬૬(૧)બી, ૮૧
(૨) સીટી સી-ડીવી પો.સ્ટે  પ્રોહી.ગુ.ર.ન૮૧૩/૨૦૧૬ પ્રોહી કલમ ૬૫એ, ૬૫ઈ, ૬૬(૧)બી, ૮૧
(૩) સીટી સી-ડીવી પો.સ્ટે ,પ્રોહી.ગુ.ર.ન.૨૫૩૯/૨૦૨૦ પ્રોહી કલમ ૧૧૬બી, ૬૫એએ
(૪) સીટી સી-ડીવી પો.સ્ટે ચે.કે. ન.૦૩/૨૦૨૧ પ્રોહી-૯૩  (અટકાયતી પગલા) 
(૨) મહિપાલસિંહ આશીષસિંહ રાણા વિરૂધ્ધ ના ગુનાહિત ઇતિહાસ
(૧) જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૧૨૩/૨૦૧૧ ઇ.પી.કો કલમ-૩૨૫,૫૦૬(ર),૩૨૩,૫૦૪ 
(૨) જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૬૧૦/૨૦૧૨ પ્રોહીબીશન એકટ- કલમ-૬૬,૮૫
(૩) જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૭૯૬/૨૦૧૬ પ્રોહીબીશન એકટ- કલમ-૬૬,૮૫
(૪) જામ સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૧૧૦૧/૨૦૧૬ પ્રોહીબીશન એકટ- કલમ-૬૬,૮૫

(૫) જુનાગઢ બી ડીવી. પો.સ્ટે. ફસ્ટ.ગુ.ર.ન. ૦૪૨૩/૨૦૨૩ ઈપીકો કલમ ૧૧૪,૨૯૪બી, ૪૨૭,૪૨૮ વિગેરે

આ કાર્યવાહી પો.ઇન્‍સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.   







Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.