જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.
ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચ એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ - ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ છે.
જમીન ક્ષેત્રફળ :- અંદાજિત ૧૫,૦૦૦ સ્ક્વેર ફૂટ
બાંધકામ ક્ષેત્રફળ :- અંદાજિત ૯,૦૦૦ સ્કવેર ફૂટ
ગે.કા. કબજો :- આશરે ૧૦ વર્ષ
Comments
Post a Comment