ગુજરાત ઇન્ફોર્મેશન હવે whatsapp પર માત્ર ક્યુઆર કોડ સ્કેન કરો અને આંગળીના ટેરવે મેળવો વૈવિધ્યસભર માહિતી
સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરંટ અફેર્સથી અપડેટ રહેવું આ માધ્યમ થકી હવે સરળ
આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં માત્ર ફોન એવું સાધન છે, જે દરેક વ્યક્તિ પાસે હંમેશા હાથવગું રહે છે. ત્યારે સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ માહિતી ગણતરીની ક્ષણોમાં મેળવવી આસાન બની રહી છે. જેના બે પાસા છે, એક સારું અને એક નબળું. સારી વાત એ છે કે, તમને દુનિયાના કોઈપણ ખૂણાની ઘટનાની જાણકારી મિનિટમાં મળી રહે છે, જ્યારે તેનું નબળું પાસું એ છે કે, મળેલા સમાચારની ખરાઈ કે તેનું ઓથેન્ટિકેશન કેટલું,?આ એક મોટો પ્રશ્ન બની જાય છે. જેના જવાબમાં ગુજરાત ઇન્ફોર્મેશનની આ નવી પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આજે બાળકો યુવાનો વૃદ્ધો દરેકને અન્ય કોઈપણ એપ વાપરતા આવડે કે ન આવડે પણ whatsapp નો વપરાશ તેવો સરળતાથી કરી શકે છે. ત્યારે ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા નવી whatsapp ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ દરેક જિલ્લાની વિગતો, પ્રેસ નોટ,નવીન ઘટનાઓની માહિતી, વિકાસ કાર્યો વગેરે સેકન્ડોમાં મેળવી શકે છે.
આજના સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે કરંટ અફેર્સથી અપડેટ રહેવું આ માધ્યમ થકી હવે સરળ થશે, કારણ કે તમે કોઈપણ જિલ્લામાં હોવ ત્યારથી રાજ્યભરની માહિતી આ ચેનલ થકી મેળવી શકો છો.
તો યુવાનો માટે આ ચેનલ એ ખૂબ જ લાભદાયક નીવડી રહેશે. ઉપરાંત વિશ્વસનીયતાની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના માહિતી ખાતા થકી આ ચેનલ ઓપરેટ થતી હોવાથી તેમાં અફવાઓ, ખોટા ન્યુઝ અપડેટ કે ભ્રમિત કરી શકે તેવા સમાચારોથી પણ મુક્તિ મળશે.
તો ચાલો તમે પણ જોડાઓ આ whatsapp ચેનલ ના માધ્યમથી એક નવી પહેલ સાથે, નવા વિચારને સફળ બનાવવા અને વિશ્વસનીય સમાચારોથી અપડેટ રહેવા.
Comments
Post a Comment