શિક્ષણના ક્ષેત્રે ઘડી ડીટર્જન્ટ (RSPL ગ્રુપ) નું યોગદાન : દેવભૂમિ દ્વારકાની અનેક શાળાઓના બાળકોને મળ્યું ખાસ પ્રોત્સાહન....
અંદાજે 21000 જેટલી નોટબુક્સ અને 1000 એજ્યુકેશન કિટ્સ નું વિતરણ...
દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી ઘડી ડીટર્જન્ટ (RSPL ગ્રુપ) દ્વારા શિક્ષણ પ્રત્યેની જવાબદારી નિભાવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ RSPL વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી, દેવભૂમિ દ્વારકાની 36 જેટલી શાળાઓમાં અંદાજે 21000 જેટલી નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
શાળા પ્રવેશોત્સવના સુવર્ણ અવસરે અને કન્યા કેળવણી ના ભાગરૂપે બાળકો માટે તૈયાર કરેલી 1000 જેટલી એજ્યુકેશન કિટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક સાધનો - સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ સેટ, શાર્પનર, રબર સહીત પાણી ની બોટલ વગેરે સમાવેશ થતો હતો.
આ સરાહનીય પહેલથી ગામડાના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા અને તેમને ઉત્સાહિત કરવા માટેના આ યોગદાન બદલ શાળા ના આચાર્યો, શિક્ષકો તથા સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા ઘડી ડિટર્જન્ટ (RSPL ગ્રુપ)નો તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment