જામનગર જિલ્લાના 5 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) લાલપુર, સિક્કા, ધ્રોલ, જામજોધપુર અને કલાવડમાં એનસીડી અંતર્ગત નિઃશુલ્ક કેન્સર ઓપીડીની શરૂઆત.
આજના World No-Tobacco Day ના અવસરે લાલપુર ખાતે આવેલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે કેન્સરના દર્દીઓ માટે NCD અંતર્ગત નિશુલ્ક કેન્સર OPD સેવાનો શુભારંભ થયો. આ OPD વિભાગનું ભવ્ય ઉદ્ઘાટન ડૉ. નૂપૂરકુમારી પ્રસાદ (CDHO, જામનગર)ના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી જયેશભાઈ તેરૈયા (સરપંચ - લાલપુર), ડૉ. પી. ડી. પરમાર (THO – લાલપુર), ડૉ. પિનાકિન ટંડેલ (મેડિકલ ઓન્કોલોજી) અને ડૉ. મનોજ તેજાણી (ચીફ ઓપરેટિંગ ઓફિસર – આયુષ કેન્સર હોસ્પિટલ) ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ કેન્સર હોસ્પિટલ, જે પ્રખ્યાત આયુષ ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સની એક અંગત સંસ્થા છે, તે જામનગર જિલ્લામાં વ્યાપક કેન્સર સારવાર માટે સમર્પિત કેન્દ્ર છે. અહીં ૮૦ પથારીયુક્ત સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ કાર્યરત છે જેમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી અને રેડિએશન થેરાપી જેવી સેવાઓ AB-PMJAY યોજના હેઠળ ઉપલબ્ધ છે.
લાલપુર ખાતે NCD અંતર્ગત કેન્સર OPD વિભાગનું ભવ્ય ઉદ્ઘાટન અને કેન્સર જાગૃતિ અભિયાન – પ્રારંભિક તબક્કે નિદાન મહત્વપૂર્ણ
લાલપુર ખાતે આયોજિત કેન્સર OPD વિભાગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડૉ. નૂપૂરકુમારી પ્રસાદ (CDHO, જામનગર) અને ડૉ. પિનાકિન ટંડેલ (મેડિકલ ઓન્કોલોજી) દ્વારા કેન્સરના વિવિધ પ્રકારો, તેના લક્ષણો, ચિહ્નો, જોખમના પરિબળો તથા રોગથી બચાવ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે કેન્સર જેવા જીવલેણ રોગનો પ્રારંભિક તબક્કે નિદાન થવાથી સારવાર વધુ અસરકારક બની શકે છે. લોકોમાં જાગૃતિ ફેલાવવી અને નિયમિત ચકાસણીઓ દ્વારા બીમારી ઝડપથી પકડી શકાય તે માટે કેન્સર OPD સેવા શરૂ કરવામાં આવી છે.
આ OPDનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકો પોતાના વિસ્તારમાં જ સરળતાથી નિદાન અને યોગ્ય સારવાર મેળવી શકે તથા રોગની ગંભીરતાથી બચી શકે.
જામનગર જિલ્લાના પાંચ તાલુકાઓ – લાલપુર, સિક્કા, જામજોધપુર, ધ્રોલ અને કાલાવડમાં જિલ્લા પંચાયત અને આયુષ કેન્સર હોસ્પિટલના સહયોગથી તબક્કાવાર કેન્સર OPD સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.
કેન્સર OPD નું સમયપત્રક નીચે મુજબ છે:
આ સેવા હેઠળ, અનુભવી ઓન્કોલોજીસ્ટ દ્વારા નિદાન, નિષ્ણાત કાઉન્સેલિંગ અને તબીબી માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે.
લાલપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા હજારો લોકોને આ પહેલ સારવાર માટે નવી આશા આપે તેવી ધારણા છે.
ડૉ. નૂપૂરકુમારી પ્રસાદ (CDHO, જામનગર) એ જણાવ્યું કે:
“અમારું ધ્યેય છે કે દરેક દર્દી સુધી સમયસર અને સંવેદનશીલ સેવા પહોંચે. કેન્સર OPD દ્વારા અમે વિકાસશીલ વિસ્તારોમાં પણ ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”
ઉદ્ઘાટન સમારંભ પછી મહેમાનો માટે કેન્સર OPD વિભાગની મુલાકાત યોજાઈ હતી અને તેઓએ CHC લાલપુરના આયોજન અને કાર્યપદ્ધતિની ખૂબ જ પ્રશંસા કરી હતી.
Comments
Post a Comment