જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજી જિલ્લાની આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી
કલેક્ટરશ્રીએ જિલ્લામાં RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા વિશે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી
જામનગર તા.27 મે, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તેની સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં, કલેક્ટર શ્રી ઠક્કરે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ઝીણવટભરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.સાથે જ જો કોવિડ અંગેના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અથવા આઇસોલેટ થવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન શ્રી એસ.એસ.ચેટરજી, સર્વે જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment