જામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
જામનગર તા.૧૪ મે,સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબ્બકામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ (DLSC) શરુ કરવા માટે જામનગર જિલ્લાની રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકશે. જ્યારે ‘જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ” પસંદગી માટેના ધારા-ધોરણ રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઠરાવ મુજબના રહેશે. જે નીચે મુજબ છે.
UGC માન્ય યુનિવર્સીટી અથવા UGC માન્ય યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજ.
રમના મેદાનો માટે ઓછામાં ઓછી પ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સીટી/કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટ છાટ આપી શકાશે.
તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સીટી ને અગ્રતા આપવામાં આવશે.
ઓછામાં ઓછી ૨૦૦ વિદ્યાર્થીઓ/વિધાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા.
પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર.
જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ (DLSC)' અંગેનો ઠરાવ sportsauthority.gujarat.gov.in ની વેબસાઈટ પરથી મેળવી શકાશે. તેમ જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Comments
Post a Comment