કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, નક્સલવાદને નાબૂદ કરવાના યુદ્ધમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરમાં એક ઓપરેશનમાં 27 ખતરનાક માઓવાદીઓને નિષ્ક્રિય કર્યા છે

ઠાર કરાયેલા 27 ખતરનાક માઓવાદીઓમાં નમ્બાલા કેશવ રાવ, ઉર્ફે

 બસવરાજુ, સીપીઆઈ-માઓવાદીના મહાસચિવ, ટોચના નેતા અને 

નક્સલ ચળવળની કરોડરજ્જુનો સમાવેશ થાય છે


નક્સલવાદ સામે ભારતની લડાઈના ત્રણ દાયકામાં આ પહેલી વાર છે

 જ્યારે આપણા દળો દ્વારા મહાસચિવ કક્ષાના નેતાને નિષ્ક્રિય

 કરવામાં આવ્યો છે

ગૃહમંત્રીએ આ મોટી સફળતા માટે બહાદુર સુરક્ષા દળો અને

 એજન્સીઓને બિરદાવ્યા છે


ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી, છત્તીસગઢ, તેલંગાણા અને

 મહારાષ્ટ્રમાં 54 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને

 84 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે


મોદી સરકાર 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે

 કટિબદ્ધ છે




Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.