નયારા એનર્જી લિમિટેડ દ્વારા ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન
વાડીનાર સ્થિત નયારા એનર્જી લિમિટેડે તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે ખંભાળિયામાં આંત્રપ્રેન્યોરશિપ કોન્ક્લેવ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૧૪૨ મહિલા ઉદ્યોગસાહસિકોને એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને નવું શીખવા, પ્રેરણા મેળવવા અને નેટવર્ક બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. કોન્ક્લેવના મુખ્ય મહેમાન કુ.એચ.પી. જોશી, અધિક કલેક્ટર અને ડિરેક્ટર, ડીઆરડીએ હતા, જેમણે મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું હતું. કોન્ક્લેવમાં વ્યક્તિગત અને જૂથ સાહસોમાં રોકાયેલી ૧૪૨ મહિલાઓને ૨૦૪ બિઝનેસ કીટ આપવામાં આવી હતી, જેમાં કેશબોક્સ, સ્ટેશનરી અને પ્રમાણપત્રોનો સમાવેશ થતો હતો. મહિલા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય સખીઓએ તેમની વ્યક્તિગત સફળતાની વાર્તાઓ શેર કરી અને અન્ય મહિલાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત નયારા એનર્જીએ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કર્યા હતા. ભાણવડ અને સેઢાખાઈમાં 40 સહભાગીઓ માટે લાઈવ રેસીપી પ્રદર્શન અને હાથ ભરતકામ સત્ર, સૂરજકરાડીમાં 60 સહભાગીઓ માટે ભાવનાત્મક બુદ્ધિ અને મનોરંજક પ્રવૃત્તિઓ, કલ્યાણપુરમાં 50 સહભાગીઓ માટે સ્તન અને ગર્ભાશયના કેન્સર, તબીબી અને એચબી તપાસ પર જાગૃતિ સત્ર, ખંભાળિયામાં સગર્ભા સ્ત્રીઓ માટે આરોગ્ય અને પોષણ પર સત્ર તેમજ સામુદાયિક આરોગ્ય પહેલ હેઠળ ભરાણા પ્રાથમિક શાળામાં સામાન્ય આરોગ્ય અને સ્વચ્છતા, એનિમિયા મુક્ત ભારત, 181 હેલ્પલાઇન સેવા, સખી વન-સ્ટોપ સેન્ટર, વાલી-દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો અંગે જાગૃતિ સત્ર યોજવામાં આવ્યું હતું.
0 0 0 0 0
Comments
Post a Comment