આયુષ કેન્સર હોસ્પિટલ: હાલાર વિસ્તારની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું રામનવમી થી શુભારંભ.
આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. 8 હોસ્પિટલઅને 1200 બેડની ક્ષમતા સાથે, આયુષ હોસ્પિટલએ અત્યાર સુધીમાં 18લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 1 લાખ થી વધુ ઈન્ડોર દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. હવે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા હાલાર વિશ્તાર ના જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્યસંભાળ આપવા માટેની પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરે છે.
ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરતાં, આયુષ કેન્સર હોસ્પિટલનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે. આ અદ્યતન હોસ્પિટલ કેન્સર સારવારના તમામ મુખ્ય વિભાગો - રેડિએશન ઓન્કોલોજી, સર્જીકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસિ્ટક સર્જરી, કેન્સર સ્ક્રીનિગ, સર્જીકલ ICU, પેલિએટીવ કેર અને પેઈન મેનેજમેન્ટ સેવા - એક જ છત હેઠળ પ્રદાન કરશે.
80-બેડની ક્ષમતાવાળી આ હોસ્પિટલ નીચેની સુવિધાઓ સાથે સજ્જ છે.
* હાલાર વિસ્તારનું સૌપ્રથમ આધુનિક રેડિએશન થેરાપી (શેક) મશીન, જે યોકસાઈ અને અસરકારકતાથી કેન્સર કોષોનો નાશ કરે છે.
* અદ્યતન કીમોથેરાપી વોર્ડ
* 5 મોડ્યુલર ઓપરેશન થિયેટર
* 27 સર્જીકલ ICU બેડ્સ
* મેમોગ્રાફી, કોલપોસ્કોપી અને એન્ડોસ્કોપી યુનિટ
* પાથોલોજી, રેડિયોલોજી અને સંપૂર્ણ સુવિધાયુક્ત ફાર્મસી
* મોઢાના કેન્સરની તપાસ માટે સૌપ્રથમવાર Smartscope દ્વારા તપાસની સુવિધા
આયુષ કેન્સર હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ કેન્સર રોગીઓ માટે વિશ્વ-સ્તરીય, આધુનિક અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. 6 ફુલ-ટાઈમ કેન્સર નિષ્ણાત ડોક્ટરો અને 100+ આરોગ્ય કર્મચારીઓની ટીમ દર્દીઓની સેવા માટે સજ્જ છે.
* કેશલેસ સુવિધા : તમામ પ્રકારની મેડિક્લેમ સુવિધા ઉપલબ્ધ
* આયુષ્માન કાર્ડ ધરાવનાર દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર: આ હોસ્પિટલ આયુષ્માનભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ નિઃશુલ્ક કેન્સર સારવાર પ્રદાન કરશે, જેથી જરૂરીયાતમંદ દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી શકે.
ભવ્ય ઉદ્ધાટન સમારોહ: 6 એપિ્રલ 2025
આયુષ કેન્સર હોસ્પિટલનો સત્તાવાર ઉદ્ઘાટન સમારોહ 6 એપિ્રલ 2025 ના રોજ યોજાશે, જેમાં રાજશ્રી મહેમાનો, સંતો, આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ અને કેન્સર નિષ્ણાતો હાજર રહેશે. તેમજ જામનગર જિલ્લાની જાહેર જનતાને હોસ્પિટલમાં આવેલી આધનિક સેવાઓ જેમ કે રેડિયેશન થેરાપી મશીન અને કેન્સર જાગૃતિ માટેની કેન્સર ગેલેરી જોવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા હાલાર અને આજુબાજુના વિસ્તારોમાં કેન્સર સામેની લડતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવામાં આવશે.
Comments
Post a Comment