વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ તથા મહાનુભવના કોન્વોય રૂટ સહિતના વિસ્તારોને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા

જામનગર તા.28 ફેબ્રુઆરી, આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે છે. તા.૧ માર્ચના રોજ વડાપ્રધાનશ્રી સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર એરપોર્ટથી લાલ બંગલા સંકુલ સુધીનો  તથા મહાનુભાવોશ્રીના આવવા-જવાના કોન્વોય રૂટ અને જામનગર (શહેર) થી લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) સુધીના જામનગર ખંભાળિયા હાઇવેના રસ્તાની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ છે.અને તે વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે.

આ હુકમ તા.૨૮/૦૨/૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા.૦૨/૦૩/૨૦૨૫ના ૨૩.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ તળે શિક્ષાપાત્ર થશે.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.