જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ;મતદાતાઓમાં અનેરો ઉત્સાહ


સવારે 11:00 કલાક સુધીમાં જામજોધપુર 20.53, ધ્રોલ 21.17 તેમજ કાલાવડ 23.19 ટકા જ્યારે 14-જામ વંથલી બેઠક પર 14.96 ટકા મતદાન નોંધાયું

જામનગર તા.16 ફેબ્રુઆરી, જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.યુવાઓ વહેલી સવારથી જ મતદાન માટે કતારબદ્ધ જોવા મળી રહ્યા છે.જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈ અનેરો ઉત્સાહ છે.સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર તથા પોલીસ આધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનીટરીંગ થઈ રહ્યું છે જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે.ઉલ્લેખનીય છે કે આજ સવારે 11:00 કલાક સુધીમાં જિલ્લાની જામજોધપુર બેઠક પર 20.53 ટકા, ધ્રોલ બેઠક પર 21.17 તેમજ કાલાવડ બેઠક પર 23.19 ટકા જ્યારે તાલુકા પંચાયતની 14-જામ વંથલી બેઠક પર 14.96 ટકા મતદાન નોંધાયું છે.



Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ