નયારા એનેર્જી દ્વારા 18 ગામોની 3500 બાળાઓને નવરાત્રિની લ્હાણીનું વિતરણ

ખંભાળિયા, લાલપુર અને જામનગર તાલુકાના ગામોના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબી મંડળોની બાળાઓએ લ્હાણી સ્વીકારી ખુશી વ્યક્ત કરી

આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જી દ્વારા તેની વાડીનાર રિફાઇનરી નજીક આવેલા 18 ગામોમાં ગરબે રમતી 3500 બાળાઓને નવરાત્રિ પ્રસંગે લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

માતાજીની આરાધનાના નવરાત્રિપર્વ નિમિતે નયારા એનેર્જી દ્વારા વિવિધ ગરબા મંડળોમાં ગરબા રમતી બાળાઓને સુંદર મજાની ગૃહ ઉપયોગી લ્હાણી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. લ્હાણીનું વિતરણ જે તે ગામોના સરપંચ, સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લ્હાણી મેળવી બાળાઓએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.

ખંભાળિયા તાલુકાના વાડીનાર, ભરાણા, ટીમ્બડી, વડાલિયા સિંહણ, સોઢા તરઘડી, કાઠી દેવરિયા, નાના માંઢા, મોટા આંબલા,  કજુરડા, આરાધના ધામ તથા લાલપુર તાલુકાના ઝાખર, મિઠોઈ, સિંગચ, મોડપર, રાસંગપર, ખટિયા બેરાજા  અને જામનગર તાલુકાના બેડ તથા શાપર ગામની 3500 બાળાઓને લ્હાણીનું વિતરણ કંપનીના અધિકારીગણ દ્વારા કરાયું હતું.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.