રિલાયન્સ દ્વારા જી.જી. હોસ્પિટલને 125 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ





રિલાયન્સ દ્વારા જી.જી. હોસ્પિટલને 125 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ

**

સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ

•••

જામનગર તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અવિરતપણે હાથ ધરાતાં સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ કાર્યો અંતર્ગત જામનગરની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલને 125 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન અને નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર નિર્માણ, મહિલા સશક્તિકરણ, યુવા કૌશલ્યવર્ધન સહિતની અનેક પ્રવૃત્તિઓ રિફાઈનરીની આજુબાજુના વિસ્તારમાં તો નિયમિત રીતે થાય છે પરંતુ તાકીદની પરિસ્થિતીમાં જ્યારે જ્યારે  યોગદાનની જરૂર ઉભી થાય ત્યારે રિલાયન્સ અચુકપણે જામનગર શહેર અને રાજ્યને મદદ કરવામાં અગ્રેસર રહે છે. કોરોનાના કપરા કાળમાં રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ચિલ્ડ્રન કોવિડ હોસ્પિટલ, ઓક્સિજનનો પુરવઠો  તથા અન્ય તબીબી સાધનો માટે થયેલી સેવાને લોકો આજે પણ યાદ કરે છે.


તાજેતરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલને 125 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી. ઓક્સિજન કોન્સેન્ટ્રેટર એ એક તબીબી ઉપકરણ છે જે હવામાંથી નાઇટ્રોજનને અલગ કરે છે, જેથી વ્યક્તિ ખૂબ શુદ્ધ ઓક્સિજન શ્વાસમાં  લઈ શકે. શ્વાસોચ્છવાસને લગતી બિમારીઓ જેવીકે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, કોવિડ-19 અથવા અન્ય ફેફસાના રોગોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપયોગી સાબિત થશે. 

 

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જુદી જુદી બે પ્રકારની ક્ષમતાનાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૈકી કેટલાંક ઉપકરણોનો સ્થાનિક હોસ્પિટલમાં ઉપયોગ કરવાની અને કેટલાંક પરત કરવાના ધોરણે દર્દીઓને તેમના ઘરે ઉપયોગ કરવા માટે આપવાનું આયોજન ધરાવે છે.


મેડીકલ સુપ્રીટેંડેન્ટ ડો. પી.આર. સક્સેના, મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, મેડીસીન વિભાગના વડા ડો. મનીષ મહેતા તથા એડમીસ્ટ્રેટીવ ઓફીસર ડો. બી.સી. કણસાગરાએ આ ભેટ બદલ શ્રી ધનરાજ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે દર્દીઓના કલ્યાણની પ્રવૃત્તિમાં યોગદાન બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.