જામનગર જિલ્લામાં તમામ મોબાઈલ લે- વેચ કરતા દુકાન ધારકોને રજિસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જામનગર જિલ્લામાં બનતા વિવિધ ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે, અને મોબાઈલની ચોરીના ગુન્હાનું પ્રમાણ વધવા પામ્યું છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલા અથવા ગયેલા મોબાઇલ ફોનના I. M. E. I. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશ કરનારા વ્યક્તિ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેઓએ કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલો છે. જે મોબાઈલ વેચનાર/ ખરીદ કરનારને ચોરાયેલો અથવા ગુન્હામાં વપરાયેલો હોવાની માહિતી હોતી નથી. 

જેથી, આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઇપણ (જુના કે નવા) મોબાઈલ વપરાશકારકે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચેલો છે ?? તે જાણવું ખુબ જરૂરી છે. મોબાઈલ ટ્રેકીંગ કરીને અને ગુન્હાનાં મુળ સુધી પહોંચે ત્યારે આવું જાણવા મળે છે કે, મોબાઈલ કોઇ અજાણી વ્યકિતએ આપેલો છે તેથી તપાસમાં કોઈ ફળદાયક હકીકત મળી શકતી નથી. જેથી આ બાબતે કોઇપણ વ્યકિતઓ મોબાઈલ, હેન્ડસેટ વિગેરે ફોટા સાથેના કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/ વેચનારની જવાબદારી નક્કી કરવામાં આવતું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે. 

જેથી, જામનગર જિલ્લામાં આવી પ્રવૃતિઓ અટકાવી શકાય તે માટે જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ જુના કે નવા મોબાઈલ લે- વેચ કરતા દુકાન ધારકોએ તેમના ગ્રાહકો પાસેથી તેમની ઓળખ અંગેનું પૂરું નામ અને સરનામું રજીસ્ટરમાં ફરજીયાત નોંધણી કરાવવા માટે અને આ રજીસ્ટર નીચે જણાવેલી કોલમ વાઈઝ નિભાવવા અંગે જામનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. 

ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. 23/06/2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ની કલમ- 188 મુજબ સજાને પાત્ર થશે. 

જુના કે નવા મોબાઈલ ખરીદતી વખતે વેપારીએ રજીસ્ટરમાં ભરવાની થતી વિગતો 

(1) મોબાઈલ ફોનની વિગત/ કંપની/ મોડેલ/ નંબર 
(2) I. M. E. I. નંબર
(3) મોબાઈલ ફોન કોની પાસેથી ખરીદ કરેલ છે તેનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની વિગત 
(4) આઈ. ડી. પૃફની વિગત

જુના કે નવા મોબાઈલ વેચતી વખતે વેપારીએ રજીસ્ટરમાં ભરવાની થતી વિગતો 

(1) મોબાઈલ ફોનની વિગત/ કંપની/ મોડેલ/ નંબર 
(2) I. M. E. I. નંબર
(3) મોબાઈલ ફોન કોને વેચેલ છે તેનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની વિગત 
(4) આઈ. ડી. પૃફની વિગત



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.