જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા વિશ્ર્વ પૃથ્વી દિવસની વિશેષરૂપે ઉજવણી
વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમના આયોજનમાં સાંસદ પૂનમબેન સહિત આગેવાનો નગરજનો બાળકો ઉપસ્થિત
વનસ્પતિ સૃષ્ટીથી માનવસમુદાયને પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે વરસો સુધી ફાયદો થાય છે તેમ જણાવતા ૭૮ જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા
શહેરની બંને તરફ ના છેડા ના વિસ્તારોમા પ્રથ્વીની સંપદાની જાગૃતિ લાવવા પ્રયાસ
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા વિશ્ર્વ પૃથ્વી દિવસની વિશેષરૂપે ઉજવણી કરવામા આવી હતી જેમાં વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમના આયોજનમાં સાંસદ પૂનમબેન સહિત આગેવાનો નગરજનો બાળકો સૌ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરી ને શહેરની બે જુદી જુદી દિશાઓમા છેડાના વિસ્તારોમા આ કાર્યક્રમ થી લોકોમા પૃથ્વી પરની કુદરતે આપેલી સંપતિની જાળવણી પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો આ તકે ૭૮ જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યુ હતુ કે
વનસ્પતિ સૃષ્ટીથી માનવસમુદાયને પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે વરસો સુધી ફાયદો થાય છે તેમાથી છાયડો ફળ ફુલ તો મળે જ છે ઓક્સીજન મળે છે પ્રદુષણ ઘટે છે જળ સંચય અને જમીન સંરક્ષણ થાય છે તેમ આ તકે તેમને સંદેશો આપ્યો છે
લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણ માટે જાગૃત બને તે માટે દર વર્ષે રર એપ્રિલના દિવસે વિશ્ર્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે.ત્યારે આ હેતુ સાર્થક કરવા જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા બે જુદા જુદા આયોજનો કરવામા આવ્યા હતા જેમાં એક કાર્યક્રમ માં
જામનગરમાં શહેરના વોર્ડ નં.11માં અન્નપૂર્ણા ચોક પાસે અન્નપૂર્ણા મંદિરની બાજુમાં આવેલા બાજુમાં આવેલા બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જ્યારે બીજા કાર્યક્રમ માં વોર્ડ નં.પમાં આવેલી દિગ્જામ સર્કલ પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર 31/57 ના લગભગ 700થી વધુ બાળકોને છોડનું વિતરણ કરીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેથી બાળપણ થી જ વૃક્ષનુ મહત્વ નવી પેઢી પણ જાણી શકે અને રૂચી દાખવી શકે એ હેતુસર આ આયોજન કરવામાં આવ્યુ આ વખતે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા અને પૃથ્વીની સંપતિઓના રક્ષણની હિમાયત કરી હતી
આ મહત્વના કાર્યક્રમોમાં મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, ડેપ્યુટી મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા, કુસુમબેન પંડયા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, કોર્પોરેટર પન્નાબેન મારફતીયા, અલ્કાબા જાડેજા, સરોજબેન વિરાણી, ડીમ્પલબેન રાવલ સહિત વોર્ડની ટીમ જોડાઇ હતી.
Comments
Post a Comment