જિલ્લા સેવા સદન 3 માં એક અઠવાડિયાથી વધુ સમય થયા ઇન્વર્ડ પ્રક્રિયા ઠપ્પ

જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલ સેવાસદન ત્રણમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમય થયા ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોવાને કારણે ઇન વર્ડ અને સરકારી કામોમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન થતી કામગીરી અટકી પડી છે. એક તરફ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં છે ત્યારે આ ઉજવણી પૂર્વે જ પ્રજાના કામો અટકી પડ્યા છે. છેલ્લા આઠ દસ દિવસથી જિલ્લા સેવાસદન 3 નું જીસ્વાન ઇન્ટરનેટ ખોરંભે ચડ્યું છે. બીજી તરફ આ સેવા સદનમાં આવતી એસ એલ આર, ડીએલઆર કચેરીની રીસર્વે ની કામગીરી પણ પાયલોટ પ્રોજેક્ટમાં ચાલી રહી છે. આ કામગીરીની રીસર્વે ની અરજીઓ ઉપરાંત સોગંદનામાં ખાસ ઓનલાઇન કરવાના થતા હોય પરંતુ ઇન્ટરનેટ બંધ હોવા અને કર્મચારી મોટાભાગે સમયસર હાજર ન હોતા આ કામગીરી અટકી પડી છે. આ અંગે એસેલ આર અને ડીએલઆર કચેરીના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓ ટેકનિકલ ખામી અને એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. 


છેલ્લા એક અઠવાડિયા થી માંડીને દસેક દિવસ પહેલાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ છે જેને કારણે જીસ્વાન ઇન્ટરનેટ સેવા અટકી પડી છે. 500 જેટલી અરજીઓ અને સોગંદનામાઓ ટેબલ ઉપર ધુળ ખાઈ રહ્યા છે અને અરજદારોના કામો અટકી પડ્યા છે.  અને અરજદારોના કામો અટકી પડ્યા છે ત્યારે આ અંગે તાત્કાલિક નિકાલ આવે તે અત્યંત જરૂરી છે. 



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.