ગુજરાત હાઈકોર્ટનું અવલોકન:સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને ટાઉન પ્લાનિંગ વિભાગ ખાનગી પાર્ટીના એજન્ટ છે.
હાઇકોર્ટનો આદેશ અને ટિપ્પણીઓ
(1) 6 માર્ચે હાઇકોર્ટમાં રૂબરૂ આવી કમિશનર શાલિની અગ્રવાલ બિનશરતી માફી માંગે,અને એ પેહલા જવાબદારોને સસ્પેન્ડ કરે,અને એની વિગતો રજૂ કરે,
(2) ખાનગી વ્યક્તિ ને ફાયદો કરાવવા મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હાઇકોર્ટની નોટિસને અવગણી ફેરફાર કર્યો,હાઇકોર્ટે સરકારનાં એડવોકેટ જનરલને તેડાવી સરકારને ખાતાકીય કાર્યવાહી કરવા કહ્યું
(3) હાઇકોર્ટની સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી "ન્યાયિક પ્રક્રિયા પડતર હતી છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ખાનગી વ્યક્તિને લાભ કરાવવા કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી,કાયદો હાથમાં લીધો,હાઇકોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરી,સમગ્ર મામલામાં જવાબદારોને સસ્પેન્ડ કરી રિપોર્ટ કરો"
(4) -- હાઈકોર્ટ "ન્યાયિક પ્રક્રિયા પડતર હોય ત્યારે અધિકારી નિર્ણય ન લઈ શકે,એડવોકેટ જનરલ બેનને કાનૂની સમજ આપે".વળતામાં એડવોકેટ જનરલ પગલાં લેવા ખાતરી આપી.
(5) હાઇકોર્ટમાં ગુહાર લગાવનાર સામાન્ય જનને એવું ન લાગવું જોઈએ કે,તે ન્યાય મેળવવા હાઇકોર્ટ આવ્યો,કોર્ટે કમિશનર અને સરકારને નોટિસ આપી હોવા છતાં અધિકારીઓએ ખાનગી વ્યક્તિને લાભ કરાવવા હાઇકોર્ટની અવગણના કરી ધાર્યું કર્યું....
(6) "હાઇકોર્ટમાં પ્રક્રિયા ચાલુ હોવા છતાં અધિકારીઓ ધાર્યું જ કરે,અને કોર્ટમાં આવી માફી માંગી લે એવું નહીં ચાલે,સામાન્ય માણસનો કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે એ માટે આ કેસમાં એડવોકેટ જનરલને દખલગીરી કરવી પડશે."
Comments
Post a Comment