જામનગર GIDC ફેઝ 2-3માં ગુજરાત પ્રદૂષણ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો સાથે સધન ચેકિંગ હાથ ધરાવામાં આવતા કારખાનેદારો તાળઆ મારી નીકળી ગયા, દૂષિત પાણીના સેમ્પલ લેવાયા
જામનગર જીઆઇડીસીના રેસિડેન્સિયલ ઝોન વિસ્તારમાં આજ ગુજરાત પ્રદૂષણ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો સાથે સધન ચેકિંગ હાથ ધરાવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ઘણા કારખાનેદારો તાળા મારી ફરાર થઈ ગયા હતા. જો કે આ તપાસણી દરમ્યાન પ્રદૂષણનું પાલન નહિ અનેક કારખાનેદારો ઝપેટમાં આવી ગયાનું જાણવા મળી રહ્યું છે.અને તેમની પાસેથી દુષિત પાણીના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીને લઈ કારખાનેદારોમાં દોડધામ થઈ ગઈ છે.
દરેડ જીઆઈડીસી વિસ્તારમાં અસંખ્ય કારખાનાઓ આવેલા છે. તેમાંથી અમુક કારખાનામાંથી ઝેરી કેમિકલ્સ યુકત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. તેના અનુસંધાને આજે જામનગરની પ્રદુષણ નિયંત્રણ કચેરીના સ્ટાફ દ્વારા દરેડ જીઆઈડીસી ફેસ-2અને 3માં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને કેટલાક સ્થળેથી પ્રદુષિત પાણીના નમુનાઓ પણ લીધા હતાં અને તેની નોંધ પણ કરી હતી. ખાસ કરીને ઈલેકટ્રોપ્લેટર્સ ના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે તેમાંથી જ ઝેરી પાણી છોડવામાં આવતું હોય છે. આ ચેકીંગ કામગીરીની જાણ થતાં જ અમુક ફેકટરી સંચાલકો તાળા મારીને ચાલ્યા ગયા હતાં.
આ બાબતે કારખાના ધારકોમાંથી એવો સુર ઉઠ્યો હતો કે, જે-તે સમયે જીઆઈડીસી દ્વારા ઝેરી પાણીના નિકાલની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી ન હતી હવે કારખાનેદારોને તેમની ભૂલની સજા ભોગવવી પડી રહી છે. જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ પણ વર્ષો પછી આળસ ખંખેરી હોય તેમ જાણવા મળી રહ્યુ છે અને લાંબા સમયગાળા બાદ તેની ટીમ ઓફિસ છોડીને બહાર નીકળી છે. આજે કરવામાં આવેલ ચેકિંગની સત્તાવાર વિગતો હજુ જાહેર થઈ નથી. ત્યારે આવા કારખાનાધારકો સામે કેવા પગલા લેવામાં આવે છે તે તો આવનારો સમય જ કહેશે.
Comments
Post a Comment