લાલપુર-જામજોધપુરના ખેડૂતોના પ્રશ્નોનો હેમંત ખવાએ અવાજ ઉઠાવ્યો, સંકલન બેઠકમાં ધારદાર રજૂઆત
લાલપુર-જામજોધપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હેમંતભાઈ ખવા પ્રજાના પ્રશ્નને વાચા આપવા એક્ટિવ મોડમાં કામગીરી કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે ચુંટાયાની સાથે જ તેઓ એ ગામેગામનો પ્રવાસ કરી લોકોની સમસ્યા જાણી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં લાલપુર તાલુકાના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા ફરિયાદ અને સંકલનની તથા ધારાસભ્યની પ્રથમ બેઠક મળી હતી. જેમાં 80-જામજોધપુર-લાલપુર ના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પી.એમ. કિશાન સહાય યોજના, અન્ન અને પુરવઠા વિતરણ વ્યવસ્થામાં સુચારૂ આયોજન, કંપનીના દબાણ સહિતની રજુઆત કરી હતી.
વધુમાં ગ્રામીણ કક્ષાએ તલાટી મંત્રીઓની કામગીરી અને અવારનવાર વિજ વિક્ષેપથી ખેડૂતોને પડતી મુશ્કેલીના મામલે સબંધિત અધિકારીઓને રજુઆત કરી ઘટતું કરવા તાકીદ કરી હતી.ઉપરાંત સંકલનની બેઠક બાદ ધારાસભ્ય હેમંતભાઈ ખવાનીઉપસ્થિતિમાં પીજીવીસીએલ કચેરી જામજોધપુર, લાલપુર, સિક્કા, સમાણા અને શાપરના અધિકારીઓ સાથે વીજ પ્રશ્નના નિકાલ માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં અરજદારોની રજૂઆતો સાંભળી ખેડૂતોના પ્રશ્નોનો નિવેડો લાવવા મુદત સાથે લગત અધિકારીઓ દ્વારા ખાતરી અપાઈ હતી.
બીજી તરફ કોરોનાકાળથી એસટીના અનેક રૂટ બંધ હોવાથી મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેની પરેશાની પારખી એસટી વિભાગના બંધ થયેલા રૂટ શરૂ કરવા રજુઆત કરાઈ હતી. જેના ફળ સ્વરૂપે બાધલા-જામનગર ટ વાયા નાના બાબરીયા, રંજપુર, નાંદુરી, લાલપુર શરૂ કરવામાં આવ્યો છે અને ગોવાણા ગામના પાટિયા ખંભાળિયા રોડ પર તમામ લોકલ બસોને સ્ટોપ પણ અપાયો છે. વધુમાં આરબલુસ જામનગર બસ રૂટને કાનાલુશ સુધી લંબાવાયો. છે. તેમજ લોકમાંગને લઈને બસના સમયમાં પણ બદલાવ કરાયો હતો.


Comments
Post a Comment