56મો મહારાષ્ટ્ર નિરંકારી સંત સમાગમ સંપન્ન
મુખ્ય મંત્રી નિરંકારી સંત સમાગમ માં પહોંચ્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા
અહંકાર ને ત્યાગી ને નિરંકાર ને હૃદય માં વસાવીએ
-નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ
જામનગર : “અહંકાર ને ત્યાગી નિરંકારને હૃદયમાં વસાવી ને વાસ્તવિક જીવન જીવી જઈએ.” આ વિચારો નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એ મહારાષ્ટ્રના 56માં વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ-વિદેશો થી આવેલા લાખોના વિશાળ માનવ પરિવાર ને સંબોધિત કર્યા.
જામનગર ના સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ જી એ જણાવ્યું કે જામનગર સહિત ગુજરાત ના હજારો ભક્તો એ ઔરંગાબાદ માં સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદ નો લાભ પ્રાપ્ત કર્યા.
સદગુરુ માતા જી જણાવ્યું કે માણસ પોતાને સૌથી શ્રેષ્ઠ માને છે અને પોતાના મનમાં ઈશ્વર થી વધુ ભૌતિક વસ્તુઓને કીમત રાખે છે જેના કારણે એક વાસ્તવિક જીવન જીવવાથી વંચિત રહી જાય છે. આ થી વિપરીત જો તે બ્રહ્મજ્ઞાન દ્વારા ઈશ્વરની સાથે સંબંધ જોડી કાયમ ઈશ્વર નો અનુભવ રાખી જીવન જીવે છે તો તેનું જીવન મુલ્યવાન થઇ જાય છે.
સદગુરુ માતાજી એ વધુમાં કહ્યું કે જેમ પાણી નું એક ટીપું સાગર માં મળી જાય તો સાગર જ કહેવાય છે તે જ રીતે મનુષ્ય જયારે પોતાની મિથ્યા “મેં” ની અલગ ઓળખાણ ને છોડી શાશ્વત ઈશ્વર “તું” માં વિલીન થઇ જાય છે ત્યારે તેને ઈશ્વર સ્વરૂપ હોવાની ઉત્તમ પ્રતિષ્ઠાd સહજ માં જ મળી જાય છે.
અંતમાં માતાજીએ એ જ સમજાવ્યું કે જેમ સાબુ અને પાણી નો મેળ કરવા થી મેલા કપડા સાફ થઇ જાય છે તેવી જ રીતે પાવન પરમાત્મા ની સાથે સંબંધ જોડી તેનાથી અભિન્નતા પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે આપણે અંદર બહાર થી એક થઇ જઈએ છીએ અને આપણા જીવનમાં સહજ માં જ આત્મીયતા અને માનવીયતા સંગ સંગ ચાલવા લાગે છે.
માનનીય મુખ્યમંત્રી દ્વારા સૌજન્ય મુલાકાત
મહારાષ્ટ્રના માનનીય મુખ્ય પ્રધાન, એકનાથજી શિંદેએ નિરંકારી સંત સમાગમની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક અને સામાજિક કાર્યની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે સંત-મહાત્મા હંમેશા માનવ જીવનમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરે છે. તેવી જ રીતે, હાલમાં આ મિશન માનવતાના કલ્યાણ માટે સક્રિય છે. તમે કોવિડ દરમિયાન અને પૂર જેવી કુદરતી આફતો દરમિયાન મિશન દ્વારા કરવામાં આવેલી સેવાઓ અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
Comments
Post a Comment