Posts

Showing posts from February, 2023

જામનગરના જાણીતા અતુલ હોન્ડા દ્વારા એચ સ્માર્ટ એકટીવા સ્કૂટર લોન્ચીગ : નવા મોડલની અત્યાધુનિક ફેસેલીટીથી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર

Image
જામનગર શહેર જિલ્લાના ભાગ્યેજ એવું કોઈ હશે કે,જે  અતુલ ગ્રુપથી અજાણ્યું હશે ગત શનિવારે આર્શિવાદ પાર્ટી પ્લોટ ખાતે શહેરના આગેવાનો, પત્રકારો, ગ્રાહકોની ઉપસ્થિતિમાં એચ સ્માર્ટ એકટીવા સ્કુટરનું લોન્ચીગ કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં ટુ વ્હીલર સ્કૂટર  વાહનોમાં વપરાશ કરતા  વાહન ચાલકોમાં  જો સૌથી પહેલી પસંદગી હોંય તો તે છે હોન્ડા એકટીવા  એકટીવા કંપની દ્વારા  સમય અંતરે નવા નવા મોડલો બહાર પાડવામાં આવે છે જે વાહન ચાલકોમાં એ ખૂબ જ લોકપ્રિય થયા છે. તાજેતરમાં જ કંપની દ્વારા ફરી નવા ફીચર સાથે એક નવું મોડલ  એચ સ્માર્ટ  કી બહાર પાડવામાં આવ્યું આ નવા એકટીવા સ્કૂટર નવી ટેકનોલોજી સાથે જામનગરના લોકો સમક્ષ  જાણકારી સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સમયે શહેરના ઉદ્યોગપતિ રાજહંસ મેટલ પ્રા.લી.ના દર્શકભાઈ સાવલા,અલ્પેશભાઈ ચાન્દ્રા,યજ્ઞભાઈ ચાન્દ્રા, મહેશભાઈ ચાન્દ્રા,  પરિહીર એન્ટરપ્રાઈઝના હિરેનભાઇ કનખરા,કૌશલભાઈ ગર્ગ તેમજ બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. એચ કી એકટીવા સ્કૂટર પ્રતિ લીટર ૬૦ કિલોમીટરની એવરેજ આપે છે જેની એક્સ શોરૂમ કિંમત ૮૧,૮૯૪ છે  જે ...

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર શ્રી આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

Image
શ્રી મુકેશભાઈ અને શ્રી આકાશ ભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ નું અનુદાન કર્યું સોમનાથ 18 ફેબ્રુઆરી 2023 મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન શ્રી આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  શ્રી મુકેશભાઈ અંબાણી અને શ્રી આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી શ્રી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ શ્રી મુકેશભાઈ અંબાણી દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. 

મોદી કેબિનેટના દેશની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો

Image
મોદી કેબિનેટે આજે દેશની સુરક્ષાને લઈને ઘણા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટે ભારત-ચીન સરહદ પર તૈનાત ITBP માટે 9,400 જવાનોની ઓપરેશનલ બટાલિયન સાથે સાત નવી બટાલિયનને મંજૂરી આપી છે. ટનલના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી આ સિવાય કેબિનેટની બેઠકમાં ટનલના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ટનલના નિર્માણથી લદ્દાખ સાથે તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટીની સુવિધા મળશે. ટનલની લંબાઈ 4.8 કિલોમીટર હશે, જેના પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટનલના નિર્માણથી દુર્ગમ વિસ્તારોમાં સુધીની કનેક્ટીવીટી વધશે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી  કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે આ કાર્યક્રમ માટે 4800 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશની સરહદોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ લાવી છે. આ અંતર્ગત દેશની ઉત્તરી સરહદો પર આવેલા ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. લદ્દાખ, જ...

લાલપુર-જામજોધપુરના ખેડૂતોના પ્રશ્નોનો હેમંત ખવાએ અવાજ ઉઠાવ્યો, સંકલન બેઠકમાં ધારદાર રજૂઆત

Image
 લાલપુર-જામજોધપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હેમંતભાઈ ખવા પ્રજાના પ્રશ્નને વાચા આપવા એક્ટિવ મોડમાં કામગીરી કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે ચુંટાયાની સાથે જ તેઓ એ ગામેગામનો પ્રવાસ કરી લોકોની સમસ્યા જાણી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં લાલપુર તાલુકાના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા ફરિયાદ અને સંકલનની તથા ધારાસભ્યની પ્રથમ બેઠક મળી હતી. જેમાં 80-જામજોધપુર-લાલપુર ના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પી.એમ. કિશાન સહાય યોજના, અન્ન અને પુરવઠા વિતરણ વ્યવસ્થામાં સુચારૂ આયોજન, કંપનીના દબાણ સહિતની રજુઆત કરી હતી. વધુમાં ગ્રામીણ કક્ષાએ તલાટી મંત્રીઓની કામગીરી અને અવારનવાર વિજ વિક્ષેપથી ખેડૂતોને પડતી મુશ્કેલીના મામલે સબંધિત અધિકારીઓને રજુઆત કરી ઘટતું કરવા તાકીદ કરી હતી.ઉપરાંત સંકલનની બેઠક બાદ ધારાસભ્ય હેમંતભાઈ ખવાનીઉપસ્થિતિમાં પીજીવીસીએલ​​​​​​​ કચેરી જામજોધપુર, લાલપુર, સિક્કા, સમાણા અને શાપરના અધિકારીઓ સાથે વીજ પ્રશ્નના નિકાલ માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં અરજદારોની રજૂઆતો સાંભળી ખેડૂતોના પ્રશ્નોનો નિવેડો લાવવા મુદત સાથે લગત અધિકારીઓ દ્વારા ખાતરી અપાઈ હતી. બીજી તરફ કોરોનાકાળથી એસટી...

જામનગર GIDC ફેઝ 2-3માં ગુજરાત પ્રદૂષણ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો સાથે સધન ચેકિંગ હાથ ધરાવામાં આવતા કારખાનેદારો તાળઆ મારી નીકળી ગયા, દૂષિત પાણીના સેમ્પલ લેવાયા

Image
જામનગર જીઆઇડીસીના રેસિડેન્સિયલ ઝોન વિસ્તારમાં આજ ગુજરાત પ્રદૂષણ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો સાથે સધન ચેકિંગ હાથ ધરાવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ઘણા કારખાનેદારો તાળા મારી ફરાર થઈ ગયા હતા. જો કે આ તપાસણી દરમ્યાન પ્રદૂષણનું પાલન નહિ અનેક કારખાનેદારો ઝપેટમાં આવી ગયાનું જાણવા મળી રહ્યું છે.અને તેમની પાસેથી દુષિત પાણીના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીને લઈ કારખાનેદારોમાં દોડધામ થઈ ગઈ છે. દરેડ જીઆઈડીસી વિસ્તારમાં અસંખ્ય કારખાનાઓ આવેલા છે. તેમાંથી અમુક કારખાનામાંથી ઝેરી કેમિકલ્સ યુકત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. તેના અનુસંધાને આજે જામનગરની પ્રદુષણ નિયંત્રણ કચેરીના સ્ટાફ દ્વારા દરેડ જીઆઈડીસી ફેસ-2અને 3માં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને કેટલાક સ્થળેથી પ્રદુષિત પાણીના નમુનાઓ પણ લીધા હતાં અને તેની નોંધ પણ કરી હતી. ખાસ કરીને ઈલેકટ્રોપ્લેટર્સ ના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે તેમાંથી જ ઝેરી પાણી છોડવામાં આવતું હોય છે. આ ચેકીંગ કામગીરીની જાણ થતાં જ અમુક ફેકટરી સંચાલકો તાળા મારીને ચાલ્યા ગયા હતાં. આ બાબત...

જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું - પરિમલ નથવાણી

Image
ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી 

ધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત રંગારંગ કાર્યક્રમોના માધ્યમથી રજૂ થઈ ગુજરાતની સંસ્કૃતિ: "વસુધૈવ કુટુમ્બકમ" નૃત્ય છવાયું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિ

Image
કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા.  મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રી જી. કિશન રેડ્ડી, ગુજરાત ના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા,  મુખ્ય સચિવ શ્રી રાજકુમાર,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.  સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા.  જયતુ જયતુ ગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.  મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી.  બાદમાં મહિલાઓના વૃંદે રજૂ કરેલી નર્મદા અષ્ટકમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વના મન મોહી લીધા હતા....

બીંગ સંસ્કૃત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જામનગર જિલ્લા ના ગ્રામ્ય પંથકો માં આધ્યાત્મિક વિજ્ઞાન કાર્યક્રમ

Image
જામનગર તા.06: જામનગર શહેર ના વાલ્કેશ્વરી નગરી માં બીંગ સંસ્કૃત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જામનગર જિલ્લા ના ગ્રામ્ય પંથકો માં દર શનિ રવિ આદ્યાત્મિક વિજ્ઞાન કાર્યક્રમ યોજવામાં આવે છે.  જેના ભાગરૂપે જામનગર ની ભાગોળે આવેલ વસઈ સરકારી સ્કૂલ ખાતે આધ્યાત્મિક વિજ્ઞાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. વસઈ સરકારી શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માં 275 થી વધુ વિદ્યાર્થીઓ તથા આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ, સરપંચ, ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા લાંબાગાળા ની આધ્યાત્મિક વૈદિક વિચારિક સામાજિક અને વ્યકિતગત પરિવર્તન લાવવા માટે ની વૈજ્ઞાનિક તકનીક બધી ઉંમર ના બાળકો ને તથા બધી ઉમર ના વ્યકિતઓ ને શીખવામાં આવે છે.  આ કાર્યક્રમ આત્મકલ્યાણ અને ઉનન્ટ પરિવર્તન માટે એક પ્રકાર ની તક પ્રધાન કરવાનો જે પરીપૂર્ણ આનંદી અને સંતુષ્ટ અને સંતુલિત જીવન શૈલી માં પરિણામે છે.ગ્રામ્ય વિસ્તાર ના વિદ્યાર્થીઓ ને બ્રાહ્ય અને આંતરિક વિકાસ મુખ્ય ઉદેશીય છે. દર શનિ રવિ યોજાતા આ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે છે. તેમ સંસ્થા ના હેતલ ચાંદ્રા એ જણાવ્યું હતું.  

56મો મહારાષ્ટ્ર નિરંકારી સંત સમાગમ સંપન્ન

Image
મુખ્ય મંત્રી નિરંકારી સંત સમાગમ માં પહોંચ્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા અહંકાર ને ત્યાગી ને નિરંકાર ને હૃદય માં વસાવીએ         -નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ  જામનગર : “અહંકાર ને ત્યાગી નિરંકારને હૃદયમાં વસાવી ને વાસ્તવિક જીવન જીવી જઈએ.” આ વિચારો નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એ  મહારાષ્ટ્રના 56માં વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ-વિદેશો થી આવેલા લાખોના વિશાળ માનવ પરિવાર ને સંબોધિત કર્યા.       જામનગર ના સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ જી એ જણાવ્યું કે જામનગર સહિત ગુજરાત ના હજારો ભક્તો એ ઔરંગાબાદ માં સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદ નો લાભ પ્રાપ્ત કર્યા.       સદગુરુ માતા જી જણાવ્યું કે માણસ પોતાને સૌથી શ્રેષ્ઠ માને છે અને પોતાના મનમાં ઈશ્વર થી વધુ ભૌતિક વસ્તુઓને કીમત રાખે છે જેના કારણે એક વાસ્તવિક જીવન જીવવાથી વંચિત રહી જાય છે. આ થી વિપરીત જો તે બ્રહ્મજ્ઞાન દ્વારા ઈશ્વરની સાથે સંબંધ જોડી કાયમ ઈશ્વર નો અનુભવ રાખી જીવન જીવે છે તો તેનું જીવન મુલ્યવાન થઇ જાય છે.      સદગુરુ માતાજી એ વધુમાં કહ્...

નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે પણ મુંગેરી લાલના સ્વપ્ન સમાન : ધવલ નંદા

Image
 જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ ગતરોજ સ્ટે-કમિટીમાં રજુ થયું તેને લઈને મનપા વિપક્ષ નેતા ધવલ નંદાની પ્રતિક્રિયા સામે આવી છે, તેવોએ જાહેર કરેલ યાદીમાં જણાવ્યું છે કે 53 કરોડના અસહ્ય વેરા લોકો પર ઝીંકી દેવામાં આવ્યા છે, પ્રોપટી ટેક્ષમાં 32 કરોડ અને પાણી વેરામાં 6 કરોડ વધારો જીકાયો છે જે વેરા યોગ્ય નથી ઉપરાંત જે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે પણ મુંગેરી લાલના સ્વપ્ન સમાન હોવાનું નંદા એ જણાવ્યું છે, વધુમાં આ યાદીમાં તેવોએ જણાવ્યું છે કે કોર્પોરેશન પાણી આપતી નથી. માંડ માંડ 140 દિવસ પાણી આપવામાં આવે છે અને 365 દિવસનો વેરો વસુલ કરવામાં આવે છે લોકોના ખીસામાંથી પૈસા ખંખેરવા જામનગર મહાનગરપાલિકા માહિર ગણાય છે. જયારે કોર્પોરેશન જૂની યોજનાઓ પૂરી કરતી નથી છેલ્લા 4 વર્ષ થી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની માત્ર ને માત્ર વાતો થઈ રહી છે તેમજ એનીમલ હોસ્ટેલની વાતો પણ લાંબા સમયથી કાગળ પર જ ચાલી રહી છે, હજુ સુધી ટાગોર હોલ અને સાયન્સ સીટીની વાતો હવામાં જ છે ત્યારે જૂની યોજનાઓમાં ઝડપથી કામ થતું નથી અને નવી યોજનાઓ બજેટમાં લાવીને મુંગેરી લાલના સપના બતાવી લોકોને ગુમરાહ કરવામાં આવે છે. શહેરના કેટલાક વ...