જામનગરની જીજી હોસ્પિટલનાં NRC વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું
જામનગર 12 સપ્ટેમ્બર રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના NRC વિભાગ દ્રારા જીલ્લા પંચાયત જામનગરના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણીના ભરૂપે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત NRCના સ્ટાફ દ્વારા વિવિધ પોષણયુક્ત અલગ અલગ વાનગીઓ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં સરવગવાના પાનના થેપલા, ઓટ્સ કેળાનો શીરો, વેજીટેબલ સૂપ, બીટ રાયતું, ખજૂર સાબુદાણા ખીર, મિક્ષ દાળની દલિયા ખીચડી, મગદાળ પાલક ઈડલી, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મેથી ચણાનું શાક, વગેરે વાનગી ઓ બનાવવામાં આવી હતી, આ વાનગીઓ પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિન થી ભરપુર હતી જે કુપોષિત બાળકો માટે ખુબ જ લાભદાયક હોય છે.
આ રીતે કુપોષિત બાળકો સાથે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રોગ્રામ ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગરના એન.આર.સી ટીમ અને પીડીયાટ્રીક વિભાગ તબીબીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
Comments
Post a Comment