જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.
જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી છે.
સવારે બનેલી આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમરસ હોસ્ટેલ નજીક રસ્તા ઉપર જ GJ 10 DE 8071 નંબરની i 20 કારમાં એક યુવક લોહી લોહાણ હાલતમાં પડ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવક જય પીઠાભાઈ ડેર હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે તેના વાલી બારીશને જાણ કરાતા તાત્કાલિક તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા વિંજલપર ગામના સરપંચ પીઠાભાઈ ડેર ના પુત્ર જય હ્યુન્ડાઈ કંપનીની i20 કારમાં પોતાના લમણે પિસ્તોલમાથી ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટનાને લઈને ડેર પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જોકે જય ડેરે કયા કારણોસર આપઘાત કર્યો છે તે રહસ્ય હજી અકબંધ છે. જેથી પોલીસે મૃતક યુવાનના પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment