નારી શક્તિ પુરસ્કાર માટે આગામી તા. ૩૧ ઓકટોબર સુધી અરજી કરી શકાશે
જામનગર, તા. 24 ઓગસ્ટ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 'નારી શક્તિ પુરસ્કાર યોજના' અમલીકૃત છે. નારી શક્તિ પુરસ્કાર મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. આ 'નારી શક્તિ પુરસ્કાર' મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે ૮ મી માર્ચ એટલે કે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ના રોજ એનાયત કરવામાં
આવે છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરતા સામાજિક કાર્યકરો દ્વારા વ્યક્તિગત દરખાસ્ત/ અરજી આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી માત્ર ઓનલાઇન સ્વરૂપે www.awards.gov.in વેબસાઇટ પર કરવાની રહેશે. આ અંગે વય મર્યાદા તથા વધુ વિગતો જાણવા માટે www.awards.gov.in વેબસાઇટ પરથી જોઇ શકાશે, તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Comments
Post a Comment