નયારા એનર્જીએ રાજસ્થાનના પાલીમાં ભારતમાં બીજો ગ્રીનફિલ્ડ રેલ-ફેડ ડેપો કાર્યરત કર્યો

• વિશિષ્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે ડેપોમાં વેપર રિકવરી યુનિટ શરૂ થયું

• કંપનીએ પાલી જીલ્લાના ચોટીલા ગામમાં સીનિયર સેકન્ડરી સ્કૂલના વર્ગખંડોનું ફર્નિચર અને પૂર્ણ સમારકામ જેવા કાર્યો કરી સામાજિક સહયોગને વિસ્તાર્યો

પાલી, રાજસ્થાન, 08 જુલાઈ, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ આજે જાહેરાત કરી છે કે તેણે તેના બીજા ગ્રીનફિલ્ડ રેલ-ફીડ ફ્યુઅલ ડેપોને રાજસ્થાનમાં પાલી ખાતે કાર્યરત કર્યો છે. વિશ્વસ્તરીય સંપૂર્ણ સ્વચાલિત રેલ-ફેડ ડેપોનું નિર્માણ 2, 00,000-માનવ દિવસમાં શૂન્ય લોસ્ટ ટાઇમ ઇન્જરી સાથે કરવામાં આવ્યું હતું અને તે નયારા એનર્જીમાં સુરક્ષા પ્રદર્શનને વધારવામાં અને અસ્થિર કાર્બનિક સંયોજનોના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરશે. આ ડેપો વિશિષ્ટ રીતે સ્થિત છે, જે રાજસ્થાન રાજ્ય અને તેની આસપાસના ગ્રાહકો તેમજ વ્યવસાયિક ભાગીદારોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

આશરે 60 એકરમાં ફેલાયેલા ડેપોમાં 29,000 કિલોલીટરથી વધુ ઉત્પાદનોની ક્ષમતા છે જે ગુજરાતના વાડીનાર ખાતે નયારા એનર્જીની રિફાઈનરીમાંથી સપ્લાય કરવામાં આવશે. સમાજની સાથે સાથે વિકાસ કરવાના વિઝનને અનુરૂપ નયારા એનર્જીએ પાલી જિલ્લાના ચોટીલા ગામમાં સીનિયર સેકન્ડરી સ્કૂલની ઇમારત માટે ક્લાસરૂમ ફર્નિચર અને સમારકામ પૂર્ણ કર્યું છે. કંપનીએ ચોટીલા ગામમાં સ્થાનિક તબીબી દવાખાનામાં સમારકામનું કામ પણ પૂર્ણ કર્યું હતું, જે આ વિસ્તારમાં આરોગ્યસંભાળ સેવાઓમાં યોગદાન આપે છે.

એક સુરક્ષિત અને સ્વચ્છ ડેપો કામગીરીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે નયારા એનર્જીએ એક વિશિષ્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી વેપર રિકવરી યુનિટ પણ શરૂ કર્યું છે.

આ પ્રસંગે નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એલોઈસ વિરાગે જણાવ્યું હતું કે, “પાલીમાં અમારો બીજો ડેપો ઉમેરવો એ ભારતની વધતી જતી ઊર્જા માંગને પુરી કરવા માટે સ્થાયી રીતે વિશ્વ સ્તરીય સંપત્તિનું સર્જન કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં એ સમગ્ર રાજસ્થાનમાં ઇંધણની સુલભતા અને પુરવઠાને વધુ મજબૂત બનાવશે, જ્યારે નયારા એનર્જી ખાતે સુરક્ષા પ્રદર્શનમાં વધારો કરશે અને પર્યાવરણીય પદચિહ્નને સુધારશે.”

 “તે અમને સમુદાય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાની તક પણ પૂરી પાડે છે. ડેપોની આસપાસ પર્યાપ્ત સુવિધાઓ ઉભી કરીને નયારા એનર્જી પાલી જિલ્લામાં પરિવર્તનકારી બદલાવ લાવશે,” તેમણે વધુમાં ઉમેર્યું હતું.

નયારા એનર્જી વિશે: નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017 માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ કન્સોર્ટિયમ હતું. કંપની હાલમાં 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી www.nayaraenergy.com પર ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.